નાગરિક સંરક્ષણમાં સરકારી કર્મચારીઓ તેમજ જાહેર સંસ્થાઓ, કોર્પોરેશન અને ખાનગી સંસ્થાઓના કર્મચારીઓને જોડવા માટે સવલતો આપવા બાબત........
ગુજરાત સરકાર,
ગૃહ વિભાગ,
પરિપત્ર ક્રમાંકઃ સીડીઓ/૧૭૭૯/૧૮૪/ફ,
સચિવાલય, ગાંધીનગર
તારીખઃ ૧૪/૬/૧૯૭૯
વંચાણે લીધાઃ-
1. નિયામક નાગરિક સંરક્ષણ અમદાવાદ તાઃ-૪/૧/૭૯નો પત્ર નં-સીડીઓ/ખાસ/૬૯/૭૮ અને તા- ૨૨/૩/૭૯નો પત્ર નં-સીડીઓ-ખાસ/૨૦/૭૯.
પરિપત્ર
નાગરિક સંરક્ષણની અગત્યતાને લક્ષમાં લઇ જેમ બને તેમ વધુ માણસો નાગરિક સંરક્ષણની તાલીમ લે તે વધુ આવશ્યક અને ઉપયોગી છે. તથા સરકારી, અર્ધસરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ, કોર્પોરેશનો, બેંકો, મીલો, કારખાના, ખાનગી સંસ્થાઓ, તેમજ સરકાર તરફથી સહાયક ગ્રાન્ટ મેળવતી અર્ધસરકારી અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓને નાગરિક સંરક્ષણની તાલીમ લેવા માટે જેમ બને તેમ વધુ સંખ્યામાં મોકલવામાં આવે તે ઇચ્છનીય છે. તેમજ જરૂરી છે. આ કર્મચારીઓને નાગીરક સંરક્ષણની તાલીમ કે પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે તેમજ તેમની સેવાઓની જરૂર પડે ત્યારે તેમને જે તે સંસ્થાઓ તરફથી ફરજ ઉપર ગણી ચાલુ પગારે આ હેતુઓ માટે છુટા કરવામાં તેમજ નાગરિક સંરક્ષણ તંત્રમાં જુદી જુદી સેવાઓમાં જોડાવા માટે પુરી સગવડ આપવામાં આવે તે જરૂરી છે. સચિવાલયના દરેક વિભાગને વિનંતી કરવામાં આવે છે કે સરકારી કર્મચારીઓ તેમજ આવી સંસ્થાઓ અને શૈક્ષણિક લાગતા વળગતા કર્મચારીઓને નાગરિક સંરક્ષણ તંત્રમાં જોડાવા માટે પુરી સગવડ આપવામાં આવે, જયારે જયારે નાગરિક સંરક્ષણમાં જાડાયેલ કર્મચારીઓની ફરજ અથવા તાલીમ માટે અને નાગરિક સંરક્ષણની ફરજ/તાલીમ બજાવે/ મેળવે તેટલા દિવસો સુધી તેમની લાગતી વળગતી કચેરીઓમાં હાજર રહેવા ગણવામાં આવે તેવી સ્પષ્ટ સુચનાઓ આપવા પણ વિનંતી છે. કોઇપણ આકસ્મિક સંજોગોમાં નાગરિક સંરક્ષણના સભ્યોની સેવાઓ જરૂર પડે ત્યારે આવા સભ્યોને જે તે સંસ્થાઓ તરફથી ફરજ ઉપર ચાલુ પગારે રજા આપવામાં આવે તેવી વિનંતી તેમના નિયત્રણ હેઠળની કચેરીઓ અને જાહેર સંસ્થાઓને કરવામાં આવે તે માટે સચિવાલયના તમામ વિભાગોને વિનંતી કરવામાં આવે છે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે.
સહી-
સચિવશ્રી
ગૃહ વિભાગ,
સચિવાલય, ગાંધીનગર.
પંડયાઃ ૧૧/૨/૯૮