નાગરિક સરંક્ષણ નિયમો અને વિનિયમો 1968
જાહેરનામું
સચિવાલય, અમદાવાદ તારીખ, ર1મી ઓગસ્ટ 1968,
નં.સીએચજી/ 144ર એસબી ર સીડીએમ - 5967/183પ - ભારત સરકારના
ગ્ાૃહમંત્રાલયનું નીચેનું જાહેરનામું સર્વલોકોની જાણ સારુ પુનઃ પસિદ્વ કરવામાં આવે
છે.
ભારત સરકાર
ગ્ાૃહમંત્રાલય
જાહેરનામું
નવીદીલ્હી, તારીખ 10 જુલાઇન, 1968
નાગરિક સરંક્ષણ નિયમો, 1968, જી.
જી.એચ.આર.1ર77 નાગરિક સંરક્ષણ અધિનિયમ, 1968 (1968ના ર7મા) ની કલમ 3 થી મળેલી સતતાનીરૂએ, કેન્દ સરકાર આથી નીચેના નિયમો
ઘડે છે.
1. ટૂંકુ શીર્ષક ઃ આ નિયમો ળનાગિરક સરંક્ષણ નિયમો 1968ળ કહેવાશે.
ર. પકાશ અને અવાજનું
નિયંત્રણ -
કેન્દ સરકાર કે રાજય
સરકાર હુકમ દ્વારા નીચેની બાબતો માટે જોગાઇ કરી શકશે ઃ
(ક) કોઇ નિદિર્ષ્ટ કરેલા
વર્ણનની બત્તીઓ ખુલ્લી રાખવાની મનાઇ કરવા તેનું નિયમન કરવા બાબત,
(ખ) કોઇ નિદિર્ષ્ટ કરેલા
વર્ગના વાહનો ઉપર લઇ જવાતા અથવા તેની સાથે જોડેલા સમય પુરતું પકાશિત હોય કે ન હોય
તેવા કોઇ બત્તીના યંત્ર પર જાળી મુકવા બાબત,
(ગ) નિદિષ્ટ કરેલા સંજોગોમાં, નિદિષ્ટ કરવામાં આવે તેવી જગા
અને સ્થળો કયાં છે તેની સૂચના અને નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા વાહનો અને જલયાનો
અમુક સ્થળે છે એવી ચેતવણી નિદિર્ષ્ટ કરવામાં આવે તેવી બત્તી વડે આપવામાં આવે એ
સુનિશ્ર્વતિ કરવા બાબત અને આવી બત્તીઓ બનાવવા માટે વપરાતું કોઇ યંત્ર કઇ રીતે
બનાવવાનું, ગોઠવવાનું અથવા વાપરવાનું છે તે ઠરાવવા બાબત,
(ઘ) માગર્ો કે માગર્ો
પરના વાહનો ઉપર બત્તી કરવાને લગતા આ નિયમ મુજબ કરેલા કોઇ હુકમની કોઇ જોગવાઇઓનું
પાલન કરવા ને લીધે થતો ભય નિવારવા માટે પોતાને જરુરી લાગે તેટલે સધી કોઇપણ
ટ્રાફિકા ચોકકસ વર્ગને માગર્ોનો ઉપયોગ કરવાને મનાઇ કરવા અથવા તેનુ નિયમન કરવા બાબત,
(ચ) જેમાં ધુમાડો, જવાળા, તણખા અથવા પકાશ બહાર કાઢવાનો
અથવા અવાજ કરવાનોસમાવેશ થતો હોય અથવા તે સાથે સંકળાયેલ હોય તેવી નિદિર્ષ્ટ કરવામાં
આવે તેવી પવ્ાૃત્તિઓની મનાઇ કરવા કે તેનુ નિયમન કરવા બાબત,
(ર) પેટાનિયમ (1) મુજબનો હુકમ, કોઇ નિદિર્ષ્ટ કરેલ વિસ્તાર કે
જગાઓને લાગુ પાડી શકાય તેવી રીતે કરી શકશે. ઉકત હુકમમાં કોઇ વિસ્તારના જુદા જુદા
ભાગો અથવા તેમાંની જગાઓ, સ્થળો, વાહનો, અથવા જલયાનોના જુદા જુદા વર્ગો
સંબંધી જુદી જુદી જોગવાઇઓ કરી શકાશે. ઉકત હુકમથી કોઇ જગા, સ્થળ, વાહનો અથવા જલયાનોને હુકમની
જોગવાઇઓપૈકી કોઇ જોગવાઇના અમલમાં (પૂર્ણતઃ અથવા શરતી) મુકત રાખવા માટે જોગવાઇ કરી
શકાશે અને તેમાં હુકમનાહેતુઓ માટે હુકમ કરનાર અધિકારીને જરરી અથવા યોગ્ય લાગે તેવી
આનુષંગિક અને પુરક જોગવાઇઓનો સમાવેશ કરી શકાશે.
(3) પેટાનિયમ (1) મુજબ કરેલો કોઇ હુકમ જેને લાગુ
પડતો હોય તેવીકોઇ બત્તી, જગા, સ્થળ, વાહન જલયાન, યંત્ર (સાધન)માર્ગ અથવા
પવ્ાૃતિની બાબતમાં અથવા તે સંબંધમાં હુકમનુ ઉલ્લઘન કરવામાં આવે, તો કોઇ પોલીસ અધિકારી અથવા
હુકમ કરનાર અધિકારીએ આ અથેર્ અધિકૃત કરેલી કોઇ વ્યકિત હુકમનોઅમલ કરવા માટે પોતાના
અભિપાય મુજબ વાજબી રીતે જરુરી હોય તેવાપગલાંલઇ શકશે અને તેવુ બળ વાપરી શકશે અને આ
સત્તા વાપરતી વખતે તેને કોઇ જમીન કે ગમે તે પકારની બીજી મિલકતમાં દાખલ થવાનો હક
રહેશે.
(4) કોઇ જગા,સ્થળ, વાહન, અથવા જલયાન સંબંધમાંઆ નિયમ
મુજબ કરેલા કોઇ હુકમનુ ઉલ્લંઘન કરવામાં આવે,તો યથાપસંગ જગા અથવા સ્થળનો
કબજો ધરાવનારે, વાહનોનો હવાલો, ધરાવતી વ્યકતિએ અથવા જલયાનનો
માસ્ટરે, બીજી કોઇ વ્યકિત સામે હાથ ધરવામાં આવે તેવી કોઇ કાર્યવાહીઓને
બાધ આવ્યા સિવાય, આ નિયમની જોગવાઇઓનું ઉલ્લઘંન કયુર્ છે એમ ગણાશે.
પરંતુ આ પેટા નિયમોની
રૂએ કોઇ વ્યકિત સામે અન્ય કોઇ વ્યકતએ કરેલ આવા હુકમના ઉલ્લંઘનને કારણે તે બાબતે
કરવામાં આવેલ કોઇ કાર્યવાહીમાં તે આરોપી તે ઉલ્લંઘન અથવા અપાલન તેની જાણ બહાર થયું
છે અને હુકમનુ પાલન કરવા સારં તેણે ઘટતી તમામ કાળજી રાખી હતી તેવું તેના બચાવમાં
પુરવાર કરી શકશે.
3. આગ લાગે ત્યારે તેનો સામનો કરવા માટે પગલાં લેવા બાબત ઃ
(1) દુશ્મનના હુમલાને કારણે લાગેલી આગ ફેલાતી અટકાવવા અથવા તે શોધી
કાઢવાનું અને હોલવવાનું (ઠારવાનું) સરળ બનાવવાના ઉદેશથી કેન્દ સરકાર કે રાજય સરકાર, હુકમ, દ્વારા આ હુકમ જેને લાગુ પડતો
હોય તેવી મકાન હદના માલિકો કે કબજો ધરાવનારને, નિદિર્ષ્ટ કરવામાં આવે તેવાં
પગલા હુકમમાં નિદિષ્ટ કરવામાં આવે તેટલી મુદતની અંદર લેવાનું ફરમાવવા માટે જોગવાઇ
કરી શકશે.
(ર) કોઇ પોલીસ અધિકારી
અથવા કેન્દ સરકાર કે રાજય સરકારે આ માટે અધિકૃત કરેલી કોઇ વ્યકિત પેટા નિયમ (1) મુજબ કરેલો કોઇ હુકમ લાગુ પડતો
હોય તેવી કોઇ જગામાં હુકમનુ પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે જોવા માટે કોઇ પણ
સમયે દાખલ થઇ શકશે અને તેની તપાસ કરી શકશે અને તે અધિકારી અથવા વ્યકતિને એમ જણાય
કે તે હુકમનું પાલન થયું નથી તો, તે હુકમના ઉલ્લંઘન બાબતમાં
કરવામાં આવે તેવી બીજી કોઇ કાર્યવાહીને બાધ આવ્યા સિવાય, તે હુકમનો અમલ કરવા માટે
પોતાને વાજબી રીતે જરુરી જણાય તેવા પગલાં લઇ શકશે અને તેવુ બળ વાપરી શકશે.
(3) કેન્દ સરકારકે રાજય સરકારના મતે પેટા નિયમ (1) મુજબ જેને કંઇ પગલું લેવાનો
હુકમ કરવામાં આવ્યો હોય તેવી કોઇ વ્યકિતહુકમમાં નિદિર્,ષ્ટ કરેલી મુદતની અંદરપગલા
લેવાનું ચુકી છે અથવા પૂરા કરે તેવો સંભવ નથી, તો તે હુકમનુ ઉલ્લઘંન કરવાના
સંબંધમાં હાથ ધરવામાં આવે તેવી બીજી કોઇ કાર્યવાહીને બાધ આવ્યા સિવાય, તે સદરહુ પગલાં લેવડાવી શકશે
અથવા પુરાં કરાવી શકશે અને તેનો ખર્ચ સદરહું જગાઓના માલિક અથવા ભોગવડો કરનાર
પાસેથી, કલેકટર દ્વારા વસુલ કરી શકાશે.
(4) આગ ફાટી નીકળવાના કોઇ બનાવ બનતાં કેન્દ સરકારે કે રાજય સરકારે
આ માટે અધિકૃત કરેલી કોઇ વ્યકિત આગ ફેલાતી અટકાવવા માટે પોતાને જરરી લાગે તેવાં
પગલાં લઇ શકશે કે લેવડાવી શકશે અન્ે તેવા આદેશો આપી શકશે અને તેવી રીતે લેવામાં
આવે તે પગલાંમાં કોઇ જમીન અથવા મિલકત જે પણ કંઇ હોય તેમાં દાખલ થવાનો અને કોઇ જમીન
અથવા મિલ્કતમાંની તે ઉપરની કંઇપણ વસ્તુનો નાશ કરવાનો કે દુર કરવનો સમાવેશ થાય છે.
4. છત્રાવરણ કરવા બાબત ઃ
(1) કેન્દ સરકાર કે રાજય સરકાર હુકમ દ્વારા હુકમમાં નિદિર્ષ્ટ
કરવામાં આવે તેવાં મકાનો, સંબંધી દુશ્મનનો હુમલો થવાને
પસંગે આવી જગા, તરત ઓલખી ન શકાય તેવી બનાવાય કે બનાવી શકાય તે માટે તે સરકારના
અભિપાય પમાણે જે પગલાં લેવાનું જરુરી હોય તેવાં ઃ-
(ક) હુકમમાં નિદિર્ષ્ટ
કરવામં આવે તેવી મુદતની અંદર તેવી રીતે નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા પગલાં લેવાનું
જગાના માલિકને ફરમાવી શકશે (ખ) નિદિર્ષ્ટ કરવામાં આવે તે મુજબના પગલા લેવા કોઇ
વ્યકિતને અધિકૃત કરશે.
(ર) કેન્દ સરકાર કે
.યથાપસંગ રાજય સરકારના અભિપાય પમાણે જે કોઇ વ્યકિતને કંઇપણ પગલાં લેવાનો પેટા નિયમ
(1) મુજબ હુકમ કરવામાં આવ્યો હોય તે હુકમમાં નિદિર્ષ્ટ કરેલી
મુદતની અંદરપગલાં લેવાનું ચુકી છે અથવા પરા કરે તેવો સંભંવ નથી એમ હોય, તો હુકમનુ ઉલ્લંઘન કરવાના
સંબંધમાં હાથ ધરવામાં આવે તેવી બીજી કોઇ કાર્યવાહીને બાધ આવ્યા સિવાય, તે સરકાર સદરહં પગલાં લેવડાવી
શકશે અથવા પુરા કરાવી શકશે અને તેનો કર્ચ તેવી વ્યકિત પાસેથી કલેકટર મારફત વસુલ
કરી શકશે.
(3) કોઇ વ્યકિતએ યથાપસંગ, કેન્દ સરકાર કે રાજય સરકારે કે
તેમના વતી આપેલી પરવાનગી હોય તે સિવાય આ નિયમ અનુસાર કરેલુંકોઇ બાંધકામ દુર કરવું
નહીં, તેમાં ફેરફાર કરવો નહીં, અથવા તેની સાથે ચેડાં કરવા
નહીં.
(પ) જોખમકારક ચીજો અને
પદાથર્ો રાખવા બાબત ઃ
(1) દુશ્મનનો હુમલો થયા તે પસંગે કેન્દ સરકાર કે રાજય સરકાર હુકમ
દ્વારા, સરકારના અભિપાય મુજબ જેમાંથી ખાસ જોખમો ઉપસ્થિત થવાનો સંભંવ
હોય તેવા ઝેરી, સ્ફોટક અથવા જવાલાગાહી પકારની કોઇ ચીજો અથવા પદાથર્ો સંબંધમાં
નીચે મુજબની સુચનાઓ બહાર પાડી શકશે ઃ
(ક) હુકમમાં નિદિર્ષ્ટ
કરવામાં આવે તેવી જગામાં અથવા તેના ઉપર આવી ચીજ કે પદાર્થ રાખવાની મનાઇ કરવી.
(ખ) કોઇ જગામાં કે તેના
ઉપર રાખી શકાય તેવી ચીજો કે પદાથર્ોનો જથ્થો નકકી કરવો.
(ગ) કોઇ જગામાં કે જગા
પર આવી ચીજો કે પદાથર્ો રાખ્યા હોય તેના માલિકકે કબજેદારને તેવી જગામાંની કે તે
જગા પરની તેના નજીકના વિસ્તારોની વ્યકિતઓના કે મિલકતના રક્ષણ માટે હુકમમાં
નિદિર્ષ્ટ કરવામાં આવે તેવાં પગલાં લેવાનુ ફરમાવવું.
(ઘ) હુકમનુ પાલન કરવાના
ઉદ્રુેશથી જેને લગતો હુકમ હોય તવેી જગાઓમાં ખાસ કરીને દાખલ થવા અને તેની તપાસ કરવા
સહિત, તે સરકારને હુકમના હેતુઓ સારું જેના માટે જોગવાઇ કરવાનુ ઇષ્ટ
લાગે તેવી કોઇપણ આનુષંગિક અથા પૂરક બાબતો માટે.
(ર) કેન્દ સરકારના
યથાપસંગ રાજય સરકારના અભિપાય પમાણે જે કોઇ વ્યકતિને પેટા નિયમ (1) હેઠળ કોઇપણ પગલાં લેવાનો હુકમ
કરવામાં આવ્યો હોયતે હુકમમાં નિદિર્ષ્ટ કરેલી મુદતની અંદર પગલાં લેવાને ચુકી છે
અથવા પૂરાં કરે તેવો સંભવ નથી એમ હોય, તો તે હુકંમનુ ઉલ્લંઘન કરવાના
સંબંધમાં હાથ ધરવામાં આવે તેવી બીજી કોઇ કાય4વાહીઓને બાધ આવ્યા, સિવાય તે સરકાર સદરહુ પગલાં
લેવડાવી શકશે કે પુરાં કરાવી શકશે અને તેનો ખર્ચ કલેકટર મારપતે જગાઓના માલિક કે
કબજેદાર પાસેથી વસુલ કરી શકશે.
6. વિસ્તારો ખાલી કરવા બાબત ઃ
(1) કેન્દ સરકાર અથવા રાજય સરકાર જો કોઇપણ ખરેખરા અથવા જેની ધાસ્તી
હોય તેવા હુમલાને પહોંચી વળવાના અથવા આવા હુમલામાં સમાયેલા કે તેમાંથી પરીણમતા
ભયમાંથી વ્યકિતઓ અને મિલકતનું રક્ષણ કરવાના અથવા સંઘના સશસ્ત્ર દળઓની કોઇ
કાર્યવાહી સરળ કરવાનાહેતુ સારું, તેમ કરવુ જરુરી જણાય તો કોઇ
નિદિર્ષ્ટ કરેલા વિસ્તાર સંબંધમાં હુકમ દ્વારા એવો નિદેર્શ કરી શકશે કે સામાન્ય
હુકમ અથવા ખાસ પરવાનગી દ્વારા આપેલી કોઇ મુકિતને આધીન રહીને ઃ-
(ક) સદરહું વિસ્તારમાંથી
તેનો કોઇ નિદિર્ષ્ટ કરેલા ભાગમાં તમામ વ્યકતિઓએ અથવા કોઇ વ્યકતિઓા વગેર્ પોતે ખસી
જવું અથવા તેઓને કે વર્ગને ખસેડી લેવા,
(ખ) સદરહું વિસ્તારમાની
તમામ વ્યકિતોએ, કે વ્યકિતઓના કોઇ વર્ગે નિદિર્ષ્ટ કરવામાં આવે તેટલી મુદત સુધી
તેમાં રહેવુ.
(ગ) કોઇ પાણીઓ અથવા માલ
અથવા કોઇ નિદિર્ષ્ટ કરેલા વર્ગના પાણીઓ કે મિલકતને સદરહું વિસ્તારમાંથી કે તેના
કોઇ પણ નિદિર્ષ્ટ કરેલા ભાગમાં ખસેડી લેવા.
(ઘ) નિદિર્ષ્ટ કરેલા
સમયની અંદર, હુકમમાં નિદિર્ષ્ટ કરેલા કોઇ મકાન, કે બીજી મિલકતનો નાશ કરવો અથવા
તેને નકામી બનાવવી, અને ઉપયુકત કોઇપણ હેતુઓ સારુ જરરી મિલકત અંગેના ખાનગી હકોના
દરમ્યિાનગીરી કરતુંબીજુ કોઇ કૃત્ય કરી શકશે.
(ર) વ્યકતિઓ, પાણીઓ અથવા મિલકત ખસેડવા માટે
પેટા નિયમ (1) મુજબ કરેલા કોઇ હુકમમાં નીચેની બાબતો નિદિર્ષ્ટ કરવી ઘટે ઃ
(ક) નિદિર્ષ્ટ કરેલા
વિસ્તારમાંથી અથવા તેના કોઇ નિદિર્ષ્ટ કરેલા ભાગમાં કયાં માર્ગ અથવા માગર્ો દ્વારા
તમામ વ્યકિતઓ, પાણીઓ અથવા મિલકતો અથવા તેમના કોઇ વર્ગે પોતે ખસી જવાનું છે કે
તેઓન્ે ખસેડવાના છે,
(ખ) તેમાંથી કે તેના કોઇ
નિદિર્ષ્ટ કરેલા ભાગમાંથી કયા સમયે તેઓએ પોતે ખસી જવાનુ છે અથવા તેઓને ખસેડવાના છે
તે સમય અથવા જુદા જુદા સમ,
(ગ) નિદિષ્ટ કરેલા
વિસ્તારમાંથી પોતે ખસી ગયા પછી કે તેઓને ખસેડી લેવામાં આવે એટલે કઇ જગા કે જગાઓએ
તેઓએ જવાનું છે કે તેઓને લઇ જવાના છે,
અને સદરહુ હુકમના હેતુઓ
સારુ જરુરી અથવા ઇષ્ટ લાગે તેવી બીજી આનુષંગિક અને પૂરક જોગવાઇઓ કરી શકશે.
(3) કોઇ પાણી કે મિલકતના સંબંધમાં પેટા નિયમ(1) હેઠળ કરેલા કોઇ હુકમનુ ઉલ્લંઘન
થતા, આવા પાણી કે મિલકતનો હવાલો ધરાવતી વ્યકિતએ તે હુકમનું ઉલ્લંઘન
કયુર્ છે એમ ગણાશે.
(4) રાજય સરકાર પેટા નિયમ(1) માં નિદિર્ષ્ટ કરેલા કોઇપણ હેતુ
સારુ અથવા કોઇ વિસ્તાર ખાલી કરાવવાનું સરળ બનાવવા સારુ તેમ કરવુ જરુરી જણાય તો
સામાન્ય કે ખાસ હુકમ દ્વારા હંગામી કે કાયમી અથવા બિનશરતી કે નિદિર્ષ્ટ કરવામાં
આવે તેવી શરતોએ કોઇ કેદીઓને કે કેદીઓને વર્ગને છોડવા માટે જોગવાઇ કરી શકશે,
7. ખસેડાયેલી વ્યકિતઓને સગવડ આપવા બાબત ઃ
(1) નિયમ હેઠળ કરેલા કોઇ હુકમ અનુસાર જેણે પોતાના ઘર ત્યજી દીધા
હોય, અથવા જેમને તેઓન ઘરમાંથી ખસેડવામાં આવ્યા હોય (અથવા જે વ્યકતિને ખરેખરા
અથવા જેની ધાસ્તી હોય તેવા હુમલાઓને કારણે પોતાના ઘર ત્યજી દીધા હોય) તે કોઇ
વ્યકિત ને સગવડ આપવાના હેતુ સારુ માત્ર ધામિર્ક ઉપાસના માટે લોકો વાપરતા હોય તેવી
જગાએો સિવાની કોઇ જગાનો કબજો કેન્દ સરકાર કે રાજય સરકાર લઇ શકશે.
(ર) જયારે જયારે
પેટાવિભાગ(1) અનુસાર કેન્દ સરકાર કે રાજય સરકાર કોઇ જગાઓનો કબજો લે ત્યારે
તે સમયે અમલમાં હોય તેવા કાયદા મુજબ જે સ્થાવર મિલકતનું સંપાદન કરવામાં આવ્યુ હોય
તે સંબંધમાં વળતર આપવાને લાગતી જોગવાઇઓ અનુસાર ભાડું આપવું જોઇશે.
(3) યથાપસંગ કેન્દ સરકારકે રાજય સરકાર, પેટાનિયમ(1) મુજબ પગલું લેવામાં આવ્યુ હોય
તેવી કોઇ જગાનો કબજો તેના માલિક અથવા ભોગવટો કરનારને કોઇ સમયે પાછો સોંપી શકશે અને
ત્યારપછી કોઇ વ્યકતિઓ કબજેદારની સંમતિ સિવાય તે જગ્યામાં નહીંરહેવા માટેનો હુકમ
કરી શકશે.
8. મુકામ બાબત ઃ
(1) આ નિયમમાં ળયોગ્ય સરકારળ એટલે કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાંની
જગ્યાઓના સંબંધમાં કેન્દ સરકાર અને અન્ય વિસ્તારોમાંની જગ્યાઓ સંબંધમાં કેન્દ
સરકાર કે રાજય સરકાર.
(ર) યોગ્ય સરકાર હુકમ
કરીને, હુકમ અમલમાં રહે ત્યાં સુધી કોઇ જગાના કબજેદારને હુકમમાં
નિદિર્ષટ કરવામાં આવે તેવી રીતે રહેવા તથા ખાવાની અથવા તે બન્નેની અને તહેનાત
(અનુચર) સહિત અથવા સિવાયની સગવડ એવી રીતે નિદિર્ષટ કરવામાં આવે તેવી વ્યકિતઓ માટે
તેમાં પુરી પાડવાનું ફરમાવી શકશે.
(3) યોગ્ય સરકાર, હુકમ દ્વારા કોઇ જગાના માલિક
અથવા કબજેદારને હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા સત્તાધિકારીને જગામાં આવેલ
મકાન સંબંધી અને તેમાં રહેતી વ્યકિતઓ સંબંધ નિદિર્ષ્ટ કરવામાં આવે તે માહિતી પુરી
પાડવાનું ફરમાવી શકશે.
(4) પેટા નિયમ (ર) મુજબ કરેલા હુકમ અનુસાર, કોઇ વ્યકિતને કોઇ જગામાં પુરી
પાડેલી કોઇ સગવડના સંબંધમાં આપવા જોગ કિમત, યોગ્ય સરકાર તરફથી નકકી
કરવામાં આવે તેટલી રહેશે અને તે સરકારે કબજેદારને ચુકવવી પડશે અને કોઇપણ વ્યકિતને
પુરી પાડેલી સગવડના સંબંધમાં યોગ્ય સરકાર આ પેટા નિયમ અનુસાર ચુકવેલી કોઇ રકમ, તે સરકાર તે વ્યકિત પાસેથી
વસુલ કરી શકશે.
(પ) યોગ્ય સરકાર પેટા
નિયમ (ર) મુજબ કરેલા હુકમો સંબંધમાં ફરિયાદો સાંભળવાને હુકમ દ્વારા કોઇ
સત્તાધીકારી નીમી શકશે અને જે કોઇ વ્યકિત આવો હુકમ તેના ઉપર બજાવ્યાને લીધે અથવા
આવા હુકમોનો અમલ થવાને લીધે જેને ફરીયાદ કરવાનું કારણ હોય તે આવા સત્તાધિકારીને
ફરીયાદ કરી શકશે અને ફરીયાદ સાંભળ્યા પછી તે સત્તાધિકારી તેવો હુકમ પોતાને યોગ્ય
લાગે તેમ રદ કરી શકસે અથવા તેમાં ફેરફાર કરી શકશે.
(9) દુશ્મનના હુમલાના પસંગે ભયજનક અને ઇજા પામેલા પાણીઓની કતલ
કરવાની સત્તા ઃ
(1) નજીકમાં દુશ્મન દ્વારા હુમલો કરવામાં આવે તે પસંગે કેન્દ સરકાર
કે રાજય સરકાર દ્વારા આ માટે અધિકૃત કરેલ કોઇ વ્યકિત જાહેર સલામતી માટે કે જાહેર
બંદોબસ્ત જાળવવાના ઉદ્રુેશથી જે પાણી તેને )
(ક) છૂંટું અથવા અંકુશ
બહારનું જણાય,
(ખ) ભયજનક કે ગંભીર ઇજા
પામેલું જણાય તેવા કોઇ પાણીની કતલ કરી શકશે.
(ર) પેટાનિયમ(1) મુજબ મળેલી કોઇ પશુની કતલ
કરવાની સત્તામાની નીચેની સત્તાનો સમાવેશ થશે.
(ક) બીજી કોઇ વ્યકિત
મારફત પાણીની કતલ કરાવવાની, કે મેળવવાની સત્તા,
(ખ) કતલ કરવાના હેતુ
સારુ કોઇ જમીન પર દાખલ થવાની અને આવી બીજી કોઇ વ્યકિતને દાખલ થવાની સત્તા આપવાનો
અધિકાર,
(ગ) મરેલાં પાણીઓને
ખસેડાવવાની અને તેમનો નિકાલ કરવાની અથવા ખસેડાવવાની અને નિકાલ કરવાની સત્તા.
પરંતું જે જગામાં
લોકોને આવવા જવાની છુટ હોય તેમાં કોઇ પશુની કતલ કરવામાં આવી હોય તે સિવાય, જો એ પશુનો માલિક હાજર હોય અને
તે વાંધો લે તો મરેલા પાણીઓને ખસેડવાની સત્તા વાપરવી નહી.
(10) પાણીનો પુરવઠો જાળવી રાખવા બાબત ઃ
(1) કેન્દ સરકાર અથવા રાજય સરકાર હુકમ દ્વારા પીવા માટે કે આગ
ઠારવા માટે કે બીજા કોઇ હેતુ સારું વપરાતા હોય કે વાપરી શકાય એમ હોય તેવા પાણીના પુરવઠાના
કોઇ પણ પાપ્ત સ્થાનના માલિક કે તેનુ નિંયંત્રણ ધરાવતી કોઇ વ્યકિતને ઃ
(ક) પાણીનો પુરવઠો, હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે
તેવી રીતે સારી હાલતમાં રાખવા અને તેમાંથી વખતો વખત કાંપ કચરો અને સડી જતાં ઝાડપાન
દુર કરી શુદ્વ કરવા અને દૂષિત થતંુ અટકાવવાનું,,
(ખ) હુકમમાં નિદિર્ષ્ટ
કરવામાં આવે તે જનતાના અથવા જનતાના વર્ગના વપરાશ માટે તમામ યોગ્ય સમયે તે પાણીનો
પુરવઠો ઉપલબ્ધ કરવાનું ફરમાવી શકશે.
(ર) કેન્દ સરકાર કે
યથાપસંગ રાજય સરકારે આ માટે અધિકૃત કરેલ કોઇ વ્યકિત તે હુકમનુ પાલન કરવામાં આવ્યુ
છે અથવા પાલન થઇ રહયું છે કે કેમ તે જોવાનાહેતુ સારું જેના સંબંધમાં પેટા નિયમ (1) મુજબ હુકમ કરવામાં આવ્યો હોય
તેવા કોઇ પાણીના પુરવઠાના ઉત્પત્તિ સ્થાનની ગમે તે સમયે તપાસ કરી શકશે.
(11) સ્થાનિક તંત્રોને સાવચેતીના પગલાં લેવાનું ફરમાવવાની સત્તા ઃ
(1) આ નિયમમાં ળયોગ્ય સરકારળ એટલે, કેન્ટોનમે્ટ, તંતોના સંબંધમાં મુખ્ય
બંદરોમાંના બંદર, સંબંધમાં કેન્દ સરકાર અને બીજી સ્થાનિક સત્તાના સંબંધમાં રાજય
સરકાર,
(ર) દુશ્મન હુમલાના
પસંગે યોગ્ય સરકાર કોઇ સ્થાનિક ંતંત્રને, તેના નિયંત્રણ કે હકુમત હેઠળના
જાનમાલને ઇજા કે નુકસાન સામે રક્ષણ આપવા માટે અથવા તે તંત્રની અતિ આવશ્યક સેવાઓ
યોગ્ય રીતે ચાલુરહે તે માટે, તે સરકારના અભિપાય મુજબ લેવા
જરુરી તેવા નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા પગલાં, હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે
તેવી મુદતની અંદર લેવાનો હુકમ કરી ફરમાવી શકશે અને તેમ કરવામાં આવતાં,
(ક) તે હુકમનુ પાલન
કરવાની સ્થાનિક તંત્રની ફરજ રહેશે.
(ખ) તે સ્થાનિક તંત્રના
ફંડોનો, એવા (હુકમોનું) પાલન કરવાને કારણે થનાર આનુષંગિક ચાર્જ અને
ખર્ચ ભરપાઇ કરવામાં ઉપયોગ કરી શકાશે, અને
(ગ) તે સ્થાનિક તંત્રની
બીજી બધી ફરજો અને જવાબદારીઓ કરતાં પાલન કરવાની આવી બાબતને અગતા આપવામાં આવશે.
(3) યોગ્ય સરકારનામતે જે કોઇ સ્થાનિક તંત્રનેપેટા નિયમ(ર) મુજબ
કોઇપણ પગલાં લેવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે સ્થાનિકતંત્ર, હુકમમાં નિદિર્ષ્ટ કરેલી
મુદતની અંદર પગલાં લેવાનુ ચુકી છે અથવા પુરા કરે તેવો સંભવ નથી, તો હુકમનું ઉલ્લંઘન કરવા
સંબંધમાં હાથ ધરવામાં આવે તેવી બીજી કોઇ કાર્યવાહીઓને બાધ આવ્યા સિવાય, યોગ્ય સરકાર કોઇ વ્યકિતને
સદરહું પગલાં લેવાનો કે પુરાં કરવાનો અધિકાર આપી શકશે અને તેવી રીતે અધિકાર આપેલી
કોઇ વ્યકિત સદરહું પગલા લેવા કે પુરા કરવાના હેતુ સારુ તે સ્થાનિક તંત્ર કે તેના
અધિકારની તમામ સત્તા કે તે પૈકી કોઇ સત્તા વાપરી શકશે. પોતાને યોગ્ય લાગે તેવા
આદેશો સ્થાનિક તંત્રના અધિકારીઓ કે નોકરોને આપી શકશે અને કોઇ બહારની એજન્સી રોકી
શકશે અનેતેણ કરેલા તમામ ચાર્જ અને ખર્ચ યોગ્ય સરકાર પોતાના એકત્રિત ફંડમાંથી જેટલે
અંશે જો કંઇ હોય તો આપવાના આદેશ કરે તેટલે અંશે હોય તે સિવાય, સ્થાનિક તંત્રના ફંડમાંથી આપવો
જોઇશે.
(4) યોગ્ય સરકારે આ માટે અધિકૃત કરેલી કોઇ વ્યકિત જો તેને તેમ
કરવાનું જરુરી અને ઇષ્ટ જણાય તો,
(ક) ખરેખરા અથવા જેની
ધાસ્તી હોય તેવા દુશ્મનના હુમલા સાથે સંકળાયેલ કે તેમાંથી પરીણમતા ભયમાંંથી
સ્થાનિક તંત્રના નિયંત્રણ હેઠળનાકે તેની હકુમતનીઅંદરના જાનમાલનું રક્ષણ કરવા માટે
જે પગલું લેવાનું તેના અભિપાય પમાણે જરુરી હોય તેવુ, હુકમ દ્વારા કોઇ સ્થાનિક
સંસ્થાને અથવા તેના અધિકારીઓ કે નોકરને હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તે મુજબનું
પગલું લેવા ફરમાવી શકશે,
(ખ) પોતાને યોગ્ય લાગે
તેવીરીતે ઉપયુકત હેતુ સારુ સ્થાનિક તંત્રની માલિકીની અથવા તેના કબજામાંથી કોઇ
મિલકત જપ્ત કરી શકશે અને તેનો ઉપયોગ કરી શકશે કે ઉપયોગ કરાવી શકશે, અને તે સ્થાનિક તંત્રની અને
તેના અધિકારીઓની અને નોકરોની આ નિયમ મુજબ કરેલા કોઇ હુકમનું સત્વરે પાલન કરવાની
ફરજ રહેશે અને આવુ પાલન કરવાની બાબતને આનુષંગિક હોય તેવા કોઇ ચાર્જ અને કર્ચ ભરપાઇ
કરવામાં સ્થાનિક તંત્રના ફંડોનો ઉપયોગ કરી શકશે.
(પ) યોગ્ય સરકાર પોતાને
તેમ કરવાનુ જરુરી અથવા ઇષ્ટ જણાય તો હુકમ દ્વારા કોઇ વ્યકિતને સ્થાનિક તંત્રની
સેવાઓ પૈકીની હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેવી સેવાઓ સ્થાનિક તંત્ર પાસેથી લઇ
લેવાનો અને તે સરકાર વખતો વખત કાઢે તેવાઆદેશો અનુસાર વહીવટકરવાનો અધિકાર આપી શકશે
અને તેવી રીતે અધિકાર આપેલી કોઇ વ્યકિત સદરહુ સેવાઓના વહીવટ કરવાના હેતુ સારુ
સ્થાનિકતંત્રની અથવા સ્થાનિક તંત્રની કોઇ સમીતી કે તેના અધિકારીની બધી સત્તા કે તે
પૈકી કોઇ સત્તા વાપરી શકશે, પોતાને યોગ્ય લાગે તેવા આદેશો
સ્થાનિક તંત્રના અધિકારીઓ કે નોકરોને આપી શકશે અને બહારની સંસ્થાને રોકી શકશે અને
તેણે વહોરેલ તમામ ચાર્જ અથવા ખર્ચ યોગ્ય સરકાર પોતાના એકત્રિત ફંડમાંથી જેટલે અંશે
જો કંઇ હોય તો તે આપવાના આદેશ ફરે તેટલા અંશે હોય તે સિવાય, સ્થાનિક સંસ્થાના ફંડમાંથી
આપવા જોઇશે.
(1ર) મુખ્ય બંદરો અને તેની આસપાસની જગાનું આગ વગેરે સામે રક્ષણ
કરવા બાબત ઃ
(1) કેન્દ સરકારકોઇ મુખ્ય બંદર અને આવા બંદરની પડોશના અથવા તેની
નજીકના કોઇ સહેર નગર અથવા બીજી જગાનું આગ, વિસ્પોટ અથવા બીજી કોઇ આપતિ સામે
રક્ષણ સુનિશ્ર્વતિ કરવાના ઉદ્રુેશથી હુકમ દ્વારા કે અધિસુચિત હુકમદ્વારા એવા કોઇ
બંદરના સત્તાધિકારીએ એવા કોઇ શહેર અને નગર કે જગામાં હકુમત ધરાવતા કોઇ સ્થાનિક
તંત્રોએ, એવા બંદરનો ઉપયોગ કરતી કોઇ વ્યકતિએ અને એવાબંદર, શહેર નગર પુરવઠા અને સફાઇની
સેવાઓનું સંકલન કરવાની વ્યવસ્તા સહિત સાવચેતીના પગલાં લેવા માટે જોગવાઇ કરી શકશે
અને તેમ કરવામાં આવતા,
(ક) એવાબદંર
સત્તાધિકારીની, સ્થાનિકસંસ્થાની અને રાજય સવકો, સંધનાં સશસ્ત્રદળના સભ્યો અને
આવા બંદર સત્તાતંત્ર અને સ્થાનિક તંત્રના અધિકારીઓ અને નોકરો સહિત સંબંધ ધરાવતી
તમામ વ્યકિતઓની હુકમનુ પાલન કરવાની અથવા હુકમ પમાણે વર્તવાની ફરજ રહેશે.
(ખ) આવા પાલન કરવાની
બાબતોને આનુષંગિક હોય તેવા ચાર્જ અને ખર્ચની ચુકવણીમાં બંદર તંત્ર અથવા સ્થાનિક
તંત્ર ફંડનો ઉપયોગ કરવાનો રહેશે.
(ગ) બંદર તંત્ર કે
સ્થાનિક તંત્રનીબીજી બધી ફરજો અને જવાબદારીઓ કરતા આવી પાલન કરવાની બાબતને અગતા
આપવામાં આવશે.
(ર) કોઇ મુખ્ય બંદરમાં
કે આવા બંદરની પડોશના કે નજીકના કોઇ શહેર, નગર કે બીજી જગામાં આગ, વિસ્ફોટન કે બીજી આપતિ આવી પડે, તો કેન્દ સરકાર આ માટે નીમેલા
કોઇ સત્તાધિકારી ફરમાવે તેવી,
(ક) આવા બંદરના
બંદરતંત્રની અને આવા કોઇ શહેર નગરકે જગામાં હકુમત ધરાવતા કોઇ સ્થાનિક તંત્રની આગ
બુઝાવવાની પાણી પુરવઠાની અને સફાઇ જેવી સેવાઓ, અને તેનો અમલ કરવામાં કામે
રોકેલી વ્યકિતઓ સહીત,
(ખ) આવા બંદર, શહેર, નગર અથવા સ્થળમાંથી જગાઓના કોઇ
માલિકે અથવા કબજેદારે રાખેલ આગ બુઝાવનારા અને આગશમન સાધનો,
એવીરીતે નીમેલા
સત્તાધિકારીઓની જરુરીયાત પમાણે તેને હસ્તક મુકવામાં આવશે અને આવા બંદર સત્તાધિકારી
સ્થાનિકતંત્ર, માલિકો કે કબજેદાર અને કર્મચારીઓએ સદરહું તંત્રે આપેલા કોઇપણ
હુકમોનું પાલન કરવાનુ રહેશે.
(13) કારખાનાં અને ખાણોનું રક્ષણ કરવા બાબત ઃ
કેન્દ સરકાર હુકમદ્વારા
કોઇ ખાણના માલિક, મેનેજર કે એજન્ટને અથવા કોઇ કારખાનાનાં કબજેદાર કે મેનેજર ઃ
(ક) અકસ્માતથી કે બીજી
કોઇ રીતે આગ લાગવાનો બનાવ બનતાં ખાણ અથવા કારખાનાનું કામકાજ બરાબર ચાલે તે અને
તેની અંદરના અને તેની નજીકના લોકો અને મિલકતનીસલામતી નિશ્ર્વતિ કરવા માટે પોતે લીધા
હોય કે લેતા હોય અથવા લેવા ધારતા હોય તેવા પગલા જણાવતો લેખિત રિપર્ોટ હુકમમાં
નિદિર્ષ્ટ કરવામાં આવે તેવી મુદતની અંદર કરવાનું,
(ખ) ઉપયુકત હેતુઓ માટે
કેન્દ સરકારના અભિપાય પમાણે જે પગલાં લેવાનુ જરુરી હોય તેવા હુકમમાં નિદિર્ષ્ટ
કરવામાં આવે તેવા પગલાં તે રીતે નિદિ4ષ્ટ કરવામાં આવે તે મુદતની
અંદર લેવાનું ફરમાવી શકશે,
(14) દુશ્મનના હુમલા સામે સાવચેતી રાખવા બાબત ઃ
(1) કેન્દ સરકાર અથવા રાજય સરકાર જમીન, દરીયાઇ કે હવાઇમાર્ગે જેની
ધાસ્તી હોય તેવા કોઇ હુમલા સાથે સંકળાયેલ ભય અને સામે આમ જનતાનું કે તેના કોઇ
સભ્યનુ રક્ષણ કરવાના ઉદ્રુેશથી અથવા આમ જનતા કે તેના કોઇ સભ્યને આવી કટોકટીમાં
લેવાના પગલાંથી વાકેફ કરવાના ઉદેશથી હુકમ દ્વારા નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા
પસંગોએ કોઇ વ્યકિત અથવા સત્તાધિકારીએ લેવાનુ પગલું નિદિર્ષ્ટ કરી શકશે,
(ર) પેટા નિયમ(1) હેઠળ કરેલા હુકમમાં એવી જોગવાઇ
કરી શકાશે કે કોઇ નિદિર્ષ્ટ કરેલ નોટીસ કે સંકેત આપવામાં આવે એટલે કોઇ વ્યકિત કે
વ્યકતિઓને કોઇ વર્ગ નિદિર્ષ્ટ કરવામાં આવે તેવી શરતોને અધીન અને તેવા સંજોગોમાં
કોઇ નિદિર્ષ્ટ કરેલ અધિકારી કે વ્યકિત આ નિયમના હેતુ સારુ નિદિર્ષ્ટ કરે કે નકકી
કરે તે કોઇ જગા અથવા મિલકત અન્યથા જનતા માટે ખુલ્લી ન હોય તે છતાં આવી જગા અથવા
મિલકતમાં કે તેની ઉપર દાખલ થઇ શકશે અને રહી શકશે.
(3) કોઇપણ વ્યકિતએ ઃ
(ક) આ નિયમ મુજબ કરેલા
હુકમ અનુસાર કોઇ જગ્યા કે મિલકતમાં દાખલ થતી અથવા દાખલ થવા માંગતી કોઇ વ્યકતિને
જાણી જોઇને અડચણ કરવી નહી, અથવા
(ખ) આવાકોઇ હુકમની રૂએ
કોઇ જગા અથવા મિલકતોમાં રહેવાને હકદાર હોય તેવી કોઇ વ્યકિતને તેમાંથી કાઢી મુકવી
નહીં,
(1પ) આગ લાગે તે શોધી કાઢવાને જગાઓ તપાસવા બાબત ઃ
(1) કેન્દ સરકાર કે રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમ દ્વારા નીચે
મુજબની જોગવાઇ કરી શકશે,
(ક) જે જગાઓને હુકમ લાગુ
પડતો હોય તે કોઇ જગાઓના કબજેદારને દુશ્મનના પરીણામે સદરહું જગાઓમાં લાગતી આગ તરત જ
શોધી કાઢીને તેનો સામનો થઇશકે તેવા ઉદ્રુેશથી હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેવી
વ્યવસ્થા કરવામાં અને પાર પાડવાનુ ફરમાવવું,
(ખ) કેટલીક જગાઓના
કબેજદારોને તેવી તમામ જગાઓ માટે ઉપયુકત વ્યવસ્થા સંયુકતરીતે કરવાનુ ફરમાવવા માટે
અને તેઓ ખાસ કરીને નિદિર્ષ્ટ કરેલી જગાએ વારાફરતી ફરજ બજાવશે અને તેની વ્યવસ્થા
હેઠળ તેમને સોંપવામાં આવે તેવી આગ અટકાવવાની ફરજો બજાવવાનું ફરમાવવું,
(ગ) હુકમમાં નિદિર્ષ્ટ
કરવામાં આવે તેવા સંજોગોમાં કોઇ તંત્રને જે જગાને હુકમ લાગુ પડતો હોય તે જગા
સંબંધી સંયુકત વ્યવસ્થા સહિત ઉપયુકત આવી વ્યવસ્થા કરવાનુ અને જયાં આવી વ્યવસ્થા
સત્તાતંત્ર દ્વારા કરવામાં આવી હોય ત્યા ંસંબધિત કબજેદાર પાસેથી તેમ કરવાનો ખર્ચ
વસુલ કરવાની સત્તા આપવી,
(ર) પેટા નિયમ(1) મુજબના હુકમથી જે વ્યકિતને, હુકમ લાગુ પડતો હોય તે જગાઓ પર
હાજર રહેવાનું ફરમાવ્યુ હોય તેને સદરહુ જગા જનતા માટે અન્યથા ખુલ્લી ન હોવા છતા, હુકમ નું પાલન કરવાનવા હેતુ
સારુ તે જગામાં પવેશ કરવાનો હક તે હુકમથી મળશે અને જેકોઇ વ્યકિત તે હેતુ સારુ
એવીકોઇ વ્યકિતને તેમાં પવેશ કરતા અટકાવે તેણે હુકમની જોગવાઇઓનુ ઉલ્લઘંન કયુર્ છે
એમ ગણાશે.
(3) કોઇ પોલીસ અધિકારી, અથવા કેન્દ સરકાર કે રાજય
સરકારે આ માટે અધિકૃત કરેલી કોઇ બીજી વ્યકિત, પેટા નિયમ (1) મુજબ કરેલો હુકમ લાગુ પડતો હોય
તેવી કોઇ જગાઓમાં સદરહુ હુકમનુ પાલન કરવામાં આવ્યુ છે કે નહીં તે જોવાના હેતુ માટે
કોઇપણ સમયે દાખલ થઇ તેની તપાસ કરી શકશે.
(16) જગાઓમાં સાવચેતીના પગલાં લેવા બાબત ઃ
કેન્દ સરકાર અથવા રાજય
સરકાર હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેવી જગાઓ સંબંધમાં હુકમ દ્વારા,
(ક) જગાઓના માલિક અથવા
કબ્જેદારોને હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા પગલાં લેવાનું ફરમાવી શકશે, અથવા
(ખ) દુશમન દ્વારા
હુમલાના પસંગે, આવી જગાઓમાં કે તેની નજીકમાં હોય તેવી વ્યકિતઓનો ભય ઓછો કરવા
તે સરકારના અભિપાય મુજબ જરુરી હોય તેવા નિદિર્ષ્ટ કરવામાં આવે તે મુજબના પગલાં
લેવાનો કોઇ વ્યકતિને અધિકાર આપી શકશે.
(17) રોગનો ફેલાવો થતો અટકાવવા ઃ
(1) કેન્દ અથવા રાજય સરકારનો એવો અભિપાય થાય કે મનુષ્ય અથવાપાણીઓનો
રોગનો ફેલાવો થતો અટકાવવાનું અને નાગરિક સરંક્ષણ કરવા માટે કોઇ વિસ્તારમાં જાહેર
આરોગ્યની સલામતી માટે જરરી અથવા ઇષ્ટ છે, તો તે હુકમ દ્વારા તે
વિસ્તારમાં નીચેના કોઇ અથવા તમામ પગલાંલેવા માટે જોગવાઇ કરી શકસે,
(1) શીતળા માટે ફરજીયાત રસી મુકાવવી,
(ર) કોલેરા,પ્લેગ, ટાઇફોઇડ (એન્ટેરીક ફીવર) અથવા
બીજા ચેપી કે સ્પર્શજન્યરોગો ફાટી નીકળવાની ધાસ્તી હોય ત્યારે ફરજીયાત રસી
મુકાવવી.
(3) ચેપી અથવા સ્પર્શજન્ય રોગો સંબંધી માહિતી પૂરી પાડવી,
(4) ચેપી અને સ્પર્શજન્ય રોગોથી પીડાતી વ્યકિતઓને અલગ રાખવી.
(પ) હોટેલો, રેસ્ટોરાં, કલબો અને જે જગાો ચેપી હોવાની
શંકા હોય તેવા બીજા સ્થળોની તપાસ કરવી અને તેમને જંતુ મુકત કરવા.
(6) જગાઓમાં ગંદકી કરવાની ફશુઓને ચરવાની મનાઇ કરવી,
(7) રખડતાં કુતરાં અને બીજા જોખમકારક પાણીઓનો નાશ કરવો,
(8) અપથ્ય અથવા ભેળસેળ કરેલી કોરાકની ચીજો અથવા પીણાં અથવા દવાઓ
અથવા ૈષધોના વેચાણની મનાઇ કરવી,
(9) સૈનિક દળ માટે પાણી પુરવઠાના પાપ્ત સ્થાનની સલામતી રાખવી,
(10) તે વિસ્તારોમાં જાહેર આરોગ્યની સલામતી માટે જરુરી હોય તેવાં
બીજાં કોઇ પગલાં,
(ર) પેટા નિયમ(1) મુજબના હુકમથી તે હુકમને અમલી
બનાવવા માટે જરુરી હોય તેવાં પગલાં લેવા અથવા લેવડાવા માટે કોઇ અઘિકારી અથવા
તંત્રને અધિકાર આપી શકાશે.
(18) હવાઇ હુમલા દરમ્યાનનાં આશ્ર્ય સ્થનો ઃ
(1) કોઇ જગાની બાબતમાં કેન્દ સરકાર કે રાજય સરકારનેતેમાં કે તેની
ઉપર રહેતી કે કામે લગાડેલી વ્યકતિઓને રક્ષણ આપવાના હેતુ સારુ તેમ કરવાનુ જરુરી
અથવા ઇષ્ટ લાગે, તો તે સરકાર, હુકમ દ્વારા સદરહુ જગાના
માલિકને હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેટલી મુદતની અંદર માલસામાન અને બાંધકામ
માલસામાન અને બાઁધકામ અંગે હુકમમાં નિદિર્ષ્ટ કરવામાં આવે તેવા ફરમાન અનુસર હવાઇ
હુમલા દરમ્યાનનું આશ્ર્યસ્થાન તેમાં કે તેની ઉપર બાંધવાનુ ફરમાવી શકશે.
(ર) કોઇ પોલીસ અધિકારી
અથવા કેન્દ સરકાર કેપયથાપસંગ રાજય સરકારે આ માટે અધિકાર આપેલી કોઇ વ્યકિત, હુકમનુ પાલન કરવામાં આવ્યુ છે
કે કેમ તે જોવાના હેતુ સારુ, જેને પેટા નિયમ (1) મુજબનોહુકમ લાગુ પડતો હોય તેવી
કોઇ જગાઓમાં કોઇ પણ સમયે દાખલ થઇ શકશે અને તેની તપાસ કરી શકશે.
(3) કેન્દ સરકાર અથવા યથાપસંગ રાજય સરકારના અભિપાય મુજબ જે
વ્યકિતને, પેટા નિયમ(1) મુજબ હવાઇ હુમલા દરમ્યાનના
આશ્ર્યસ્થાન બાંધવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે કોઇ વ્યકિત હુકમમાં નિદિર્ષ્ટ
કરવામાં આવે તેટલી મુદતની અંદર તેમ કરવાને ચુકી હોય અથવા તેમ કરવાનુ પુરું કરે એવો
સંભવ નહોય તો તે સરકાર આશ્ર્યસ્થાન બંધાવડાવી શકશે અને તનો ખર્ચ કલેકટર દ્વારા તે
જગાઓના માલિક પાસેથી વસુલ કરી શકશે.
(19) નાગરિક સરંક્ષણ સંબંધી કવાયતો ઃ
(1) કેન્દ સરકાર કે રાજય સરકાર, જાહેર કરેલા હુકમથી તે
હુકમોનિદિર્ષ્ટ કરવામાં આવે તેવા વિસ્તારમાં અને તેવી મુદત દરમ્યાન નાગરિક સરંક્ષણ
સંબધી કવાયતો કરાવવાની સત્તા આપી શકશે અને તેમ કરવામાં આવતાં તેવી રીતે નિદિર્ષ્ટ
કરેલા વિસ્તારની અંદર અને મુદત દરમ્યાન,
(ક) નાગરિક સરક્ષંણ
કવાયતોમાંભાગ લેનાર કોઇ વ્યકિત કોઇ જમીન ઉપરથી પસાર થઇ શકશે અથવા તેના ઉપર મુકામ
કરી શકશે અથવા હંગામી પકારનુ બાંધકામ કરી શકશે અથવા વ્યુહ કવાયત કરી શકશે અથવા
પાણીના કોઇપણ સાધનમાંથી પોતાને પાણી પુરું પાડી શકશે.
(ખ) નાગરિક સરંક્ષણ
નિયામકે સામાન્ય અથવા ખાસ હુકમ દ્વારા તેમ કરવાનો જને અધિકાર આપ્યો હોય તેવા નાગકિ
સરંક્ષણ દળના કોઇ, અધિકારી, નાગરિક સરંક્ષણ કવાયતોના હેતુ
સારુ રેલ્વે, જળમાર્ગ, માર્ગ અથવા રસ્તાના કોઇપણ
ભાગનો અથવા કોઇપણ તાર કે ટેલીફોનની સેવાનો અથવા સાધારણ રીતે જનતા માટે ખલ્લી હોય
તેવી કોઇ જગાનો ઉપયોગ કરવાની મનાઇ કરતા અથવા તેનું નિયત્રંણ કરતા આદેશો આપી શકશે
અને જરુરી હોય તેવા વધુ પગલાં લઇ શકશે.
(ર) પેટા નિયમ(1) ની જોગવાઇઓ મુજબ નાગરિક
સરંક્ષણ સંબંધી કવાયતો રાખવામાં આવે ત્યારે આવી કવાયતોમાંથી જાનમાલને થતા કોઇ
નુકસાનને બદલે અથવા હક અથવા વિશષાધિકારમાં દખલગીરી કરવા બદલ વ્યકિતઓ, મિલકત, હકો અથવા વિશષાધિકારોનુ રક્ષણ
આપવામાં વ્યાજબી રીતે કરેલા કર્ચ સહિત વળતર આપવામાં આવશે અને જે તે સમયે અમલમાં
હોય તેવા કોઇ કાયદાની જોગવાઇઓ અનુસાર વળતરની આકારણી અને ચુકવણી કરવામાં આવશે.
પરંતુ પેટા નિયમ(1) ના ખંડ (ખ) મુજબ આપેલા કોઇ
આદેશ અથવા લીધેલ વધુ પગલાંમાંથી ઉપસ્થિત થતી આવી દખલગીરીના સંબંધમાં કોઇપણ વળતર
ચુકવવામાં આવશે નહીં.
(ર0) શિક્ષા ઃ
જે કોઇ વ્યકિત આ નિયમો
અથવા તે હેઠળ કરેલા કોઇ હુકમની જોગવાઇનુ ઉલ્લંઘન કરે તેને, પાચંસો રુપીયા સુધીના દંડની
શિક્ષા થશે અને ઉલ્લંઘન કરવાનુ ચાલુ રહે ત્યારે, તેવી રીતે ઉલ્લ્ઘંન ચાલુ રહે
તે દરમ્યાન, પથમ ઉલ્લંઘન પછીના દરેક દીવસ બદલ પચાસ રુપિયા સુધીના વધુ દંડની
શિક્ષા થશે.
(નં.10/ર/66 - ડીજીસી (ર) (1)
જે.સી.અગરવાલ
સંયુકત સચિવ,
ગુજરાતના
રાજયપાલશ્ર્ીના હુકમથી ને તેમના નામે,
બી.એન.આચાર્ય
સરકારના ઉપસચિવ.
ગ્ાૃહવિભાગ
(ખાસ)
જાહેરનામું
સચિવાલય, અમદાવાદ, ર1મી ઓગસ્ટ, 1968
નંબરસીએચજી/1443/એસબી-રસીડીએમ/પ967/183પ ભારત સરકારના
ગ્ાૃહમંત્રાલયનું નીચેનુ જાહેરામું સર્વ લોકોની જાણ સારુ પુનઃપસિદવ કરવામાં આવે છે
ઃ
ગ્ાૃહમંત્રાલય
જાહેરનામું
નવીદીલ્હી, 10મી જુલાઇ, 1968
નાગરિક સરંક્ષણ વિનિયમો, 1968.
જી.એસ.આર. 1ર78/નાગરિક સરંક્ષણ અધિનિયમ, 1968 (1968ના ર7મા)ની કલમ - 9થી મળેલી સત્તાની રૂએ, કેન્દ સરકાર આથી નીચેના નિયમો
વિનિયમો ઘડે છે ઃ
(1) ટૂંકીસંજ્ઞા ઃ આ વિનિયમો ળનાગરીકસરંક્ષણ, વિનિયમો, 1968ળ કહેવાશે.
(ર) વ્યાખ્યાઓ ઃ (ક) ળનિયંત્રકળ
એટલે નાગરિક સરંક્ષણ અધિનિયમ, 1968 (1968ના ર7મો) ની કલમ 4ની પેટા કલમ (1) મુજબ નાગરિક સરંક્ષણ દળને
(ઘ્ંશ્વશ્ટસ્ન્) આદેશ આપવા નિમાયેલી વ્યકિત.
(ગ) ળફર્ોમળ એટલે આ
વિનિયમોની સાથે જોડેલું ફર્ોમ
(ઘ) ળદળ(ઘ્ંશ્વશ્ટસ્ન્)
ળ એટલે નગર અથવા જિલ્લા અથવા કોઇપણ વિસ્તારનુ નાગરિક સરંક્ષણ દળ
(3) પાત્રતા ઃ (1) નાગરીક સરંક્ષણ દળમાં નિમણૂક
મેળવવા અરજી કરવા ઇચ્છતી વ્યકતિએ નીચેની શરતોનુ પાલન કરવું જોઇશે.
(ક) તે ભારતના નાગરિક
અથવા સિક્કિમ અથવા ભૂતાન અથવા નેપાળની પજાજન હોવો જોઇએ.
(ખ) તેણે 18 વર્ષની ઊંમર પુરી કરેલી હોવી
જોઇએ,પરંતુ સત્તા ધરાવતા અધિકારી સ્વવિવેકાનુસાર એ દળની કોઇ શાખા
અથવા વર્ગ માટે આ વયમયાર્દામાં વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી છુટછાટ આપી શકશે.
(ગ) તેણે ઓછામાં ઓછુ
પાથમિક ધોરણ એટલે કે ચોથું ધોરણ પાસ કરેલુ ંહોવુ જોઇશે અને આ શરત નિયંત્રક પોતાના
સ્વવિવેકાનુસાર હળવી કરી શકશે.
(ર) પુરુષો અને સ્ત્રીઓ
એ બન્ને દળમાં નિમાવા માટે પાત્ર ગણાશે.
(3) શારીરીક રીતે યોગ્ય અને માનસિક રીતે સ્વસ્થ વ્યકિત જ દળમાં
નિમાવા માટે હકદાર રહેશે.
(4) રાષ્ટ્રીય સ્વયંસેવકદળ (ર્ફ્ીદ્રુજ્ઞ્ંઁર્ીશ્ર્
સ્ંશ્ર્યઁદ્રુફૂફૂશ્વ જ્ંશ્વણૂફૂ) અને સંઘના સશશ્ત્ર દળમાંની કોઇ સેવા ખાસ લાયકાત
તરીકે ગણાશે.
(4) અરજી કરવાની રીત ઃ
(1) વિનિયમ ત્રણ મુજબ નિમણૂક માટે પાત્ર હોય તેવી દરેક વ્યકિતએ
ફર્ોમ ળકળ માં અરજી કરવાની રહેશે. અને સત્તા દરાવતા અધિકારી સમક્ષ રુબરુ મુલાકાત
માટે પણ જાતે હાજર રહેવું પડશે.
(ર) દરેક ઉમેદવારે, જરુર પડે ત્યારે તાલીમ અને ફરજ
માટે તેની સેવા ફાળવવાની કબુલાત આપતુ તેના નિયોકતાનું પમાણપત્ર રજુ કરવુ પડશે.
(3) નિયંત્રક, ઉમદેવારોની પંસદગી કરવામાં
પોતાને સલાહ આપવા માટે એક પસંદગી સમિતિ રચી શકશે, જેમાં નિયામક નકકી કરે અને
નીમે તેટલી સંખ્યાના સભ્યોને અને તેવી વ્યકિતઓનો સમાવેશ થશે.
(4) તમામ ઉમેદવારોએ સત્તા ધરાવતા અધિકારીએ ઠરાવેલી તાલીમ લેવી પડશે
અને તેવી પરીક્ષા પાસ કરવી પડશે.
(પ) નામ- નોંધણી કરવા
બાબત ઃ
નિયંત્રક હુકમ દ્વારા
નકકી કરે તે રીતે દળમાં નિમણૂક માટે સ્વીકારવામાં આવેલી ઉમદેવારની સભ્યપદ માટેની
નોંધણી વિધીસર કરવાની રહેશે અને નિયંત્રણ હુકમ દ્વારા નીમે તેવા અધિકારીસમક્ષ
ફર્ોમ ળખળ પમાણે તેણે સોગંદ અથવા પતિજ્ઞા લેવી પડશે.
(ર) નીચે જણાવેલ દળ અથવા
સેવામાંના સભ્યો સામાન્ય રીતે નાગરિક સરંક્ષણ દળમાં નામ દાખલ કરવા માટે પાત્ર
ગણાતા નથી ઃ
(1)સંઘના સશસ્ત્ર દળ,
(ર) પોલીસ દળ,
(3) અગિન્ સેવા,
(4) પાદેશકિ સેના અથવા સરંક્ષણ સેવાઓ પૈકીનીકોઇપણ સેવાનુ સહાયક દળ,
(પ)સંઘના સશસ્ત્ર દળના
સંબંધણાં નોકરીએ રાખેલા મુલકી કર્મચારી વર્ગ,
(3) સંસ્થાના વડાઓએ અથવા સંબધિત સેવાઓએ જે સરકારી નોકરોને
પુર્ણકાલિક અથવા અંશકાલિક નાગરિક સરંક્ષણ ફરજો બજાવવા માટે ખાસ પતિનિયુકત પર
મોકલ્યા હોય, તેમને આ વિનિયમ લાગુ પડસે નહીં.
(6) સંસ્થાઃ
(1) નિયંત્રક પોતાને જરુરી અને યોગ્ય લાગે તેટલી વ્યકિતઓના બનેલા
વિભાગોમાં દળના ભાગ પાડી શકશે અને એવા દરેક વિભાગને આદેશ કરવા માટે એક વ્યકિત
(જેને આમાં હવે પછી ળઇન્ચાર્જળ અધિકારી કહયો છે તે ) નેે નીમી શકશે.
(ર) ઇન્ચાર્જ અધિકારીની
ફરજો, નિયંત્રક હુકમ દ્વારા વખતોવખત ઠરાવે તેવી રહેશે.
(3) નિયંત્રક, કોઇ ઇન્ચાર્જ અધિકારીને મદદ
કરવા માટે એક ડેપ્યુટી નીમી સકશે.
(4) નિયંત્રક, સત્તા ધરાવતા અધિકારી આ અથેર્
વખતોવખત બહાર પાડે તેવા સામાન્ય અથવા ખાસ હુકમોને આધીન રહીને સેવાની દેખરેખ રાખવા
માટે જરુરી બીજો બધો સ્ટાફ નીમશે અને નિમણુક કરવાની એવી સત્તા કોઇ ઇન્ચાજ4 અધિકારીને સોંપી શકશે.
(7) સભ્યપદનુ પમાણપત્ર ઃ
દળના સભ્ય તરીકે
નિમાયેલી દરેક વ્યકિતને નમૂના ળગળ મુજબ સભ્યપદનું પમાણપત્ર આપવામાં આવશે, પોતાનુ પમાણપત્ર ગુમાવનાર
વ્યકિત તરત જ તે ખોવાયાનો રિપર્ોટ તેની તરતના ઉપરી અધિકારીને કરશે જેઓ જરુરી તપાસ
કરશે અને પોતાને ખાતરી થયા પછી, પમાણપત્રની બીજી નકલ કાઢી
આપવાની વ્યવસ્થા કરી શકશે.
(8) નોકરીની શરતો ઃ
(1) દળના સભ્યો સામાન્ય રીતે સ્વેચ્છાપૂર્વક અને માનદ હેસિયતથી કામ
કરશે.
પરંતુ દળના સભ્યને ફરજ
ઉપર બોલાવામાં આવે ત્યારે તેને રાજય સરકાર હુકમ કરીને (કેન્દ સરકારની સાથે વિચાર
વિનિમય કરીને વખતો વખત ઠરાવે તેવા ધોરણે) ફરજ-ભથ્થાની ચુકવણી અધિકૃત કરી શકશે.
(ર) ખંડ (1) માં કોઇપણ મજકુર હોય તે છતાં
કેન્દ સરકાર, કોઇ નિમણુકને અથવા નિમણુકના વર્ગને પગારદાર નિમણુકો તરીકે
જાહેર કરી શકસે. પગારના ધોરણે નિમાયેલી કોઇ વ્યકિત પગાર, રજા અને બીજા લાભો સંબંધમાં
રાજય સરકાર હુકમ દ્વારા ઠરાવે તેવી નોકરીની શરતો માટે હકદાર થશે.
(9) ફરજ ઃ
દળના સભ્યોને નીચેના
હેતુઓ માટે ફરજ ઉપર બોલાવી શકાશે.
(1) તાલીમ માટે,
(ર) પેકટીસ અથવા કવાયતો
માટે
(3) દુશ્મનોનાહુમલાસામે, જાનમાલનુ રક્ષણ કરવા માટે આ
વિનિયો અથવા તે સમયમાં અમલમાંહોય તેવા બીજા કોઇ કાયદા અન્વયે હુકમ દ્વારા તેમને
સોંપેલી ફરજો બજાવવા માટે.
(10) શિસ્ત ઃ
(1) તાલીમ લેતી વખતે અથવા ફરજ ઉપર હોય ત્યારે દળના કોઇપણ સભ્યે, ઇન્ચાર્જ અધિકારીની અથવા બીજા
ઉપરી અધિકારીની ખાસ પરવાનગી લીધા સિવાય, કોઇપણ વ્યાખ્યાન, પેકટીસ અથવા કવાયત અથવા બીજા
કોઇ તાલીમી અભ્યાસકમમાં પોતે ગેરહાજર રહેવું નહી.
(ર) દળના દરેક સભ્યે
નીચેના વિનિયમોનું પાલન કરવું પડશે.
(1) તેણે તેના કાયમી સરનામું અથવા રોજગારના સ્થળમાં કોઇ ફેરફાર થયો
હોય તો તેની ઇન્ચાર્જ અધિકારી દ્વારા નિયંત્રકને જાણ કરવી.
(3) દળના સભ્ય તરીકેની તેની સેવા દરમ્યાન તેના અધિકાર સરંક્ષણ દળ
હેઠળ તેની ફરજો સાથે સંકલાયેલી બાબત સંબંધોમાં તેણે પેસ અથવા કોઇ રાજકીય સંગઠન
અથવા સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો નહીં.
(11) ગણવેસ અને શસ્ત્ર સરંજામ ઃ
(1) દળના સભ્યે, તે ફરજ ઉપર હોય ત્યારે, નિયંત્રક ઠરાવે તેવો ગણવશે
પહેરવાનો રહેશે અને તેવા દરજજાનો બિલ્લો અથવા વિશેષ ચિહન ધારણ કરવાનું રહેશે, અને એવો શસ્ત્રસરંજામ લઇ જવાનો
રહેશે.એવા ગણવેસ અથવા વિશેષ ચિહન અને શસ્ત્રસરંજામનો ખર્ચ રાજય સરકાર ભોગવશે. તે
ઉપરાંત જેને ગણવેશ આપવામાં આવે તે દરેક સભ્યને રાજય સરકાર, કેન્દ સરકારસાથે વિચારવિનિયમ
કરીને વખતોવખત ઠરાવે તેવા દરે ધોલાઇ ભથ્થું આપશે.
(ર) તેનીસેવા સમાપ્ત
થયેથી, તેણે ઇનચાર્જ અધિકારીને તેના સભ્યપદનું પમાણપત્ર અને તેને
આપેલો ગણવેશ તથા સરંજામ તરત જ પાછા આપવા જોઇશે અને પાછી આપેલી વસ્તુઓની પહોંચ
મેળવવી જોઇશે. કોઇ સભ્ય તેને આપેલી કોઇ વસ્તુ પર્ત ન કરે તો નિયંત્રકે તેનો ખર્ચ
આકારવો અને તેની પાસેથી વસુલ કરવો.
(1ર) વળતર ઃ
દળના કોઇ સભ્યને ફરજ
ઉપર હોય ત્યારે તેના શરીર કે મિલકતને કાંઇ નુકસાન થાય, તોતેને સત્તા ધરાતા અધિકારી
નકકી કરે તેટલું વળતર આપવામાં આવશે. પરંતુ નાગરીક સરંક્ષણ અધિનિયમ 1968 અથવા તે હેઠળ કરેલા નિયમોની
જોગવાઇઓ પૈકી કોઇ જોગવાઇનું અથવા તેના ઉપરી અધિકારીએ કાઢેલા હુકમો અથવા ફરમાનોનું
ઉલ્લંઘન કરીને પોતાની બેદરકારીથી અથવા જાણી જોઇને કરેલા કૃત્યથી અથવા ચુકથી એવું
નુકસાન થયેલુ હોવુ જોઇએ નહીં.
(13) સવિર્સ રેકર્ડ ઃ દળના દરેક સભ્યનો સવિર્સ રેકર્ડ, ફર્ોમ ળઘળ માં રાખવો.
(14) રાજીનામું આપવા બાબત ઃ
દળનો કોઇ સભ્ય દળ છોડી
જવા માગતો હોય તેણે રાજીનામું, લિખિતમાં તેના તરતના ઉપરી અધિકારીને
ઓછામાં ઓછા બે અઠવાડિયાની નોટીસ આપીને સાદર કરવુ.
(1પ) નુકસાનીની વસુલાત ઃ
દળનો કોઇ સભ્ય
નિયંત્રકે આકારેલ ગણવેશનો ખર્ચ આપે અથવા બેદરકારીથી સરકારને થયેલ કોઇ આથિર્ક
નુકસાન ભરપાઇ ન કરે, તો ગણવેશનો ખર્ચ અથવા નુકસાનની રકમ તેની પાસેથી વસુલ કરી શકશે.
(16) વિનિયમો, વગેરેનું ઉલ્લંઘન થતું અટકાવવા
સત્તા ધરાવતા અધિકારીઓની સત્તા ઃ
સત્તા ધરાવતા, આ વિનિયમો અથવા તે હેઠળ કરેલા
કોઇ હુકમનું ઉલ્લંઘન થતુ અટકાવવા માટે અથવા સત્તાઘિકારીના અભિપાય મુજબ તેનુ પાલન
નિશ્ર્વતિ કરવા માટે વાજબી રીતે જરુરી હોય એવા પગલા ંલઇ શકશે અને લેવડાવી શકશે અને
એવા બળનો ઉપયોગ કરી શકસે અથવા ઉપયોગ કરાવી શકશે.