Loading...

માહિતી મેળવવાના અધિકારના કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અરજીના નિકાલ બાબતે ઘડવામાં આવેલ નિયમો બાબત.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક : આરટીઆઇ/૧૦૨૦૦૫/૧૭૬૯/પી,

સચિવાલય, ગાંધીનગર

તા.૧૭/૧૧/૨૦૦૫

 

પરિપત્ર :-

 

માહિતી (મેળવવાના) અધિકાર કાયદો-૨૦૦૫ તા.૧૨-૧૦-૨૦૦૫થી અમલમાં આવેલ છે. આ કાયદા નીચે ગુજરાત સરકારે તા.પ-૧૦-૨૦૦૫ની અધિસૂચનાથી ગુજરાત માહિતીના અધિકાર બાબતના નિયમો પ્રસિદ્ધ કર્યા છે. જેની નકલ આ સાથે સામેલ છે.

ર.    ઉપર દર્શાવેલ ગુજરાત માહિતીના અધિકાર બાબતના નિયમો-૨૦૦૫નું પાલન કરવા સર્વે સંબંધિતોને વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત એ તકેદારી લેવાની રહેશે કે માહિતી મેળવવાના અધિકાર અન્‍વયે જે કોઇ રજૂઆતો આવે તેની સંકલન શાખામાં રાખવામાં આવતા નિયત રજીસ્‍ટરમાં નોંધણી કરાવ્‍યા પછી સંબધિત મદદનીશ માહિતી અધિકારી/માહિતી અધિકારીને તે પહોંચાડવાની રહે છે. સંકલન શાખામાં જયારે નોંધણી કરવામાં આવે ત્‍યારે તે શાખામાં અલગ ઓળખપત્રનો સિક્કો રજૂઆત/અરજી ઉપર લગાવીને નંબર આપવાનો રહેશે. ત્‍યારબાદ સંબંધિત માહિતી અધિકારી/માહિતી અધિકારીએ સંબંધિત શાખાને રજૂઆત મોકલવીને મળેલ અરજી ફીની રકમ રોકડ શાખામાં તુરત જમા રાવવાની રહેશે. સમય મર્યાદામાં અરજદારને પહોંચ પઠવવા અથવા સંબંધિતને તબદીલ કરવા અથવા યોગ્‍ય પ્રત્‍યુત્તર આપવા તુરતજ કાર્યવાહી હાથ ધરીને મદદનીશ માહિતી અધિકારી ને તે ઉપસ્થિત ન હોય તો માહિતી અધિકારીના પરામર્શમાં જે તે આખરી કાર્યવાહી સમયસર પૂર્ણ કરવાની રહેશે. આ અંગેની ફાઇલ માટે લાલ રંગના વિશિષ્‍ટ પ્રકારના ફાઇલ ફવરનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત આ બાબતમાં આપવામાં આવતી વખતોવખતની તમામ સૂચનાઓનો ચુસ્‍તપણે અમલ કરવા આથી સર્વેને વિનંતી કરવામાં આવે છે.ગુજરાતના રાજયપલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

 

(એ.ડી.ચાવડા)

ઉપસચિવ,

ગૃહ વિભાગ

 

નકલ રવાના :-

  • માન.મંત્રશ્રી (રાક.) ગૃહના અંગતસચિવશ્રી
  • અગ્રસચિવશ્રી (ગૃહ)ના અંગતસચિવશ્રી
  • સચિવશ્રી (કા.વ્‍ય.) ના અંગતસચિવશ્રી
  • સચિવશ્રી (ગૃહ) ના અંગતસચિવશ્રી
  • વિભાગના સર્વે અધિક / સંયુકત / નાયબ સચિવશ્રીઓ / ઉપસચિવશ્રીઓ‍
  • વિભાગની તમામ શાખાઓ
  • પસંદગી ફાઇલો