સંગઠનની વિગતો કાર્યો અને ફરજો :
પ્રસ્તાવના:-
ભારત દેશમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના સને ૧૯૬૩માં કરવામાં આવેલ છે. સ્થાપના સમયે તંત્રનો મુખ્ય ઉદ્દેશ યુધ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ તેમજ ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવાનો હતો, પરંતુ સમયાંતરે નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવેલ છે. રાજ્યમાં શાંતિના સમયમાં આવતી કુદરતી/માનવસર્જીત આફતોમાં, નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારી તથા સીવીલ ડીફેન્સ વોલીન્ટીયર્સ ખંતપૂર્વક કામગીરી બજાવે છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની સુચના અનુસાર ગુજરાત રાજયમાં નાગરિક સંરક્ષણ તંત્રની શરૂઆત સને ૧૯૬૩ના વર્ષથી કરવામાં આવેલ છે.
૧) કાર્યક્ષેત્ર :-
ગુજરાત રાજયનો પશ્ચિમ ભાગ લાંબો દરિયાઇ તેમજ સરહદી વિસ્તારવાળો છે. ગુજરાત રાજ્યમાં આવેલ બંદરો, ઔદ્યોગિક એકમોના જિલ્લા/શહેરને સંરક્ષણ દ્રષ્ટિએ કેટેગરી ૧ એ, કેટેગરી ૨ ટાઉન અને કેટેગરી ૩ ટાઉન તરીકે નીચે જણાવ્યા મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ છે.
|
સીવીલ ડીફેન્સ કેટેગરી ૧ એ ટાઉન |
સીવીલ ડીફેન્સ કેટેગરી ૨ ટાઉન |
સીવીલ ડીફેન્સ કેટેગરી ૩ ટાઉન |
|||
|
1 |
વડોદરા શહેર |
1 |
અમદાવાદ શહેર |
1 |
ભરૂચ |
|
2 |
સુરત શહેર |
2 |
ભુજ |
|
|
|
3 |
કાકરાપાર |
3 |
જામનગર |
||
|
|
4 |
કંડલા- ગાંધીધામ કોમ્પલેક્ષ |
|||
|
5 |
નલીયા |
||||
|
6 |
અંકલેશ્વર |
||||
|
7 |
ઓખા |
||||
|
8 |
વાડીનાર |
||||
|
9 |
ભાવનગર |
||||
ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ નાગરિક સંરક્ષણ તંત્ર આવે છે. નાગરિક સંરક્ષણ તંત્રમાં ખાતાના વડા તરીકે પોલીસ મહાનિદેશકશ્રી કક્ષાના અધિકારી “નિયામક” અને મુખ્ય મથકના કચેરીના વડા તરીકે પોલીસ મહાનિરીક્ષકશ્રી કક્ષાના “સંયુક્ત નિયામક”ના હોદ્દા ઉપર ફરજ બજાવે છે.
નાગરિક સંરક્ષણ તંત્રના વર્ગીકૃત શહેરોમાં જિલ્લા કક્ષાએ “નિયંત્રક, નાગરિક સંરક્ષણ અને જીલ્લા મેજીસ્ટ્રેટ” કચેરીના વડા તરીકે ફરજ બજાવે છે. જિલ્લા કક્ષાની યુનિટ કચેરી ખાતે ગુજરાત સરકારમાંથી વર્ગ-૧ના અધિકારી “નાયબ નિયંત્રક” તરીકે પ્રતિનિયુક્તિ ઉપર ફરજ બજાવે છે. પોલીસ ખાતામાંથી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-૨ કક્ષાના અધિકારી સીવીલ ડીફેન્સ કેટેગરાઇઝડ ટાઉનમાં “ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર” તરીકે ફરજ બજાવે છે.
નાગરિક સંરક્ષણ તંત્રમાં સ્પેશ્યલાઇઝ્ડ તાલીમ આપવાના ઉદ્દેશથી રાજય કક્ષાની તાલીમ શાળા અમદાવાદ શહેર ખાતે આવેલ છે. આ તાલીમ શાળાના વડા તરીકે પોલીસ ખાતામાંથી ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારી “કમાન્ડન્ટ” તરીકે ફરજ બજાવે છે.
નાગરિક સંરક્ષણ તંત્રમાં કોમ્યુનિકેશન માટે “રેડીયો મીકેનીક” અને “રેડીયો ઓપરેટર” તરીકે પોલીસ ખાતામાંથી વર્ગ-૩ના કર્મચારી ફરજ બજાવે છે.
નાગરિક સંરક્ષણ તંત્રના ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટરની મુખ્ય કામગીરી પ્રજાજનોને પાયાની તાલીમ આપી માનદ સભ્યો તરીકે અલગ અલગ સેવાઓમાં નિમણૂંક આપવી, માનદ સભ્યોની વિગતો નિયત રજીસ્ટરમાં નોંધ કરવી અને તેઓની સેવાકીય માહિતીના રેકર્ડની નિભાવણી કરવાની રહે છે.
General Principal of Civil Defence માં કુલ-૨૭ સેવાઓ દર્શાવેલ છે, જે પૈકી ૧૨ સેવાઓ નીચે પ્રમાણે બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જે પૈકી (૧) નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા ઓથોરાઇઝડ સેવાઓ અને (૨) હોમગાર્ડઝ દળ દ્વારા અનઓથોરાઇઝડ સેવાઓની કામગીરી કરવામાં આવે છે.
|
ઓથોરાઇઝડ સીવીલ ડીફેન્સ સર્વીસીઝ |
અનઓથોરાઇઝડ સીવીલ ડીફેન્સ સર્વીસીઝ |
||
|
1 |
હેડ કવાર્ટર સેવા |
7 |
રેસ્કયુ સેવા |
|
2 |
વોર્ડન સેવા |
8 |
સપ્લાય સેવા |
|
3 |
કેજ્યુલીટી સેવા |
9 |
સાલ્વેજ સેવા |
|
4 |
કોમ્યુનીકેશન સેવા |
10 |
વેલ્ફેર સેવા |
|
5 |
ફાયર ફાઇટીંગ સેવા |
11 |
ડેપો અને ટ્રાન્સપોર્ટ સેવા |
|
6 |
ટ્રેનીંગ સેવા |
12 |
ક્રોપ્સ ડીસ્પોઝલ સેવા |
આ ઉપરાંત નાગરિક સંરક્ષણ તાલીમ શાળા દ્વારા સરકારી અધિકારી/કર્મચારી તેમજ માનદ સભ્યોને સ્પેશ્યલાઇઝ્ડ તાલીમ આપવા માટે ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર તેમજ રાજ્ય બહાર નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એકેડેમી, નાગપુર ખાતે નિર્ધારીત તાલીમ કોર્ષમાં મોકલવામાં આવે છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સુચના અનુસાર નાગરિક સંરક્ષણ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા અને તંત્રની કામગીરીનો બહોળો પ્રચાર થાય તે હેતુથી સીવીલ ડીફેન્સ ટાઉનમાં દર વર્ષે ૬ ડીસેમ્બરના રોજ નાગરિક સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવે છે.
નાગરિક સંરક્ષણ તંત્રના નિર્ધારીત કરેલ બજેટ ખર્ચના ૨૫ ટકા ભારત સરકાર દ્વારા અને ૭૫ ટકા રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.
યુધ્ધના સમયે તેમજ કુદરતી/માનવ સર્જીત આફતોમાં નાગરિક સંરક્ષણ તંત્રએ બજાવેલ કામગીરી ઉપરથી જણાયેલ છે કે, નાગરિક સંરક્ષણ તંત્ર પ્રજાના જાન માલ તેમજ દેશના રક્ષણ માટે ઘણું જ મહત્વનું છે.