Loading...

નાગરિક સંરક્ષણના વોલન્‍ટીયસને સક્રીય રાખવા માટે સામાજિક સેવાઓ તથા સામાજિક કલ્‍યાણલક્ષી પ્રવૃત્તિઓમાં સેવાઓ લેવા બાબત......

 

ગુજરાત સરકાર,

ગૃહ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃ નગસ/૧૦૨૦૦૩/ભા.સ./૧/ફ,
સચિવાલય, ગાંધીનગર.

તારીખઃ ૩/૧૧/૨૦૦૩

 

વંચાણે લીધાઃ-

1.       ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડાયરેકટર જનરલ સીવીલ ડીફેન્‍સનો તારીખ- ૨૦/૧૨/૨૦૦૨નો પત્ર નં-/૧૧૦૧૩/૧/૨૦૦૨/ડીજીસીડી (સીડી)

2.       નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ તંત્ર ગુજરાત રાજય, લાલ દરવાજા, અમદાવાદ નો તા-૧૨/૫/૨૦૦૩નો પત્ર નંબરઃ સીડીઓ/ખાસ/ફરજ/૯૪૭/૨૦૦૩.

પરિપત્ર

    ઉપર આમુખ (૧)માં દર્શાવેલ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડાયરેકટર જનરલ સીવીલ ડીફેન્‍સના તાઃ-૨૦/૧૨/૨૦૦૨ના પત્રમાં જણાવ્‍યા અનુસાર નાગરિક સંરક્ષણ તંત્રના સ્‍વયંસેવકોની નાગરિક સંરક્ષણ સંબંધિત નિશ્ચિત કરાયેલ સેવાઓ સેવાઓ સીમિત હોવાના કારણે સામાન્‍ય રીતે આ સ્‍વયંસેવકો સુષુપ્‍ત રહેતા જણાય છે. આથી આ સ્‍વયંસેવકો સક્રીય રહે તેવા હેતુસર તેઓને સામાજિક સેવાઓ તથા કલ્‍યાણલક્ષી પ્રવૃત્તિઓમાં સાંકળીને તેમની સેવાઓ લેવાનું સુચન થયેલ છે. આથી પુખ્‍ત વિચારણાને અંતે રાજય સરકારે સામાજિક સેવાઓ તથા કલ્‍યાણલક્ષી પ્રવર્ત્તિઓ જેવી કે સફાઇ ઝુંબેશ, પલ્‍સ પોલીઓ પ્રોગ્રામ પ્રદુષણ નિવારણ ઝુંબેશ, ફાયર ફાઇટીંગ સેવાઓમાં સહાય રકતદાન શિબિર, ગંભીર અકસ્‍માતો/ઘટનાઓ/ પુર-વાવાઝોડા વિનાશકતા વગેરેમાં નાગરિક સંરક્ષણના સ્‍વયંસેવકોની સેવાઓ લેવા આથી સર્વે સંબંધિતોને જણાવવામાં આવે છે.

    ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

 

સહી-

(આર.એચ. મકવાણા)
સેકશન અધિકારી,
ગૃહ વિભાગ.

 

પ્રતિ,
તમામ સંબંધકર્તાશ્રીઓને જાણ સારું.

પંડયાઃ ૨૦/૧૧/૨૦૦૩