|
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :- નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે મહિલા વીંગ માટે વિવિધ પ્રકારની Carry Methods અને નાગરિક સંરક્ષણ અધિનિયમ પર તા.૩૦/૦૯/૨૦૨૬ થી તા.૦૧/૧૦/૨૦૨૬ બે દિવસીય
તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલાસરૂમ તાલીમ
બાદ રેલ અકસ્માત, બચાવ કામગીરી
અને સુરક્ષાના ઉપાયો વિશે વ્યવહારુ જ્ઞાન મેળવવા માટે વેસ્ટર્ન રેલવેના લોકોમોટિવ
શેડની ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૧૫મી ઓગષ્ટ ૨૦૨૬, ૮૦માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ. એ. શેખ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓના મુખ્ય મહેમાન પદે કરવામાં આવેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝ દળના પુરૂષ અને મહિલા સભ્યોના પ્લાટુનોએ ભાગ લીધેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા ફલેગ કોડ ઓફ ઇન્ડિયા અંગેની તાલીમ નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ દ્વારા આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
ભારત સરકાર, ગૃહ મંત્રાલયનું સાત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ તા.૧૮/૦૮/૨૦૨૬ અને ૧૯/૦૮/૨૦૨૬ના રોજ ARWS ના પ્રસાર માટે હાલની માળખાકીય સુવિદ્યાઓ અને એકીકરણની શક્યતાઓનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત રાજ્યમાં આવેલ RCDCCs અને SEOCs ની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દળના મહિલા તથા પુરૂષ સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ.
આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ દળના એક સભ્યને પ્રશંસનીય સેવા માટેનો ચન્દ્રક જાહેર કરવામાં આવેલ, તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ તથા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ દળના પાંચ કર્મચારી/સભ્યોને લાંબી/પ્રશંસનીય સેવા માટેના ચંન્દ્રકો જાહેર કરવામાં આવેલ, તેઓને ચંન્દ્રકો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ, આણંદ ખાતે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિન-૨૦૨૫ અંતર્ગત ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રાજ્યકક્ષાની સેરીમોનીયલ પરેડ યોજી ઉમળકાભેર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
આ વિષેશ કાર્યક્રમ ડાયરેક્ટર જનરલ નાગરિક સંરક્ષણ તથા કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ શ્રી પિયૂષ પટેલ (I.P.S.) નાઓની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ.
સેરીમોનીયલ પરેડમાં નાગરિક સંરક્ષણ દળનું એક પ્લાટૂન તથા હોમગાર્ડઝ અમદાવાદ શહેર, આણંદ, ખેડા-નડીયાદના એક-એક તેમજ મહિલા હોમગાર્ડઝ સભ્યોના બે પ્લાટૂનોએ ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણ દળના સભ્યો દ્વારા નાગરિક સંરક્ષણના સાધનોનું પ્રદર્શન કરવામાં આવેલ. હોમગાર્ડઝ દળના અમદાવાદ શહેર(પૂર્વ) જિલ્લાના મહિલા હોમગાર્ડઝ સભ્યો, અમદાવાદ શહેર(પશ્ચિમ) જિલ્લાના તથા ડાંગ-આહવા જિલ્લાના હોમગાર્ડઝના સભ્યો દ્વારા એક-એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણ દળના સભ્યો/ હોમગાર્ડઝના સભ્યો/ કચેરીના અધિકારીઓ/કર્મચારીઓને માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રીશ્રીનાઓ દ્વારા નોમીનેટ કરાયેલાઓને પદક એનાયત કરવામાં આવેલ તેમજ ડી.જી. ડીસ્ક અવોર્ડ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ નાગરિક સંરક્ષણ દળની ૨૧ દિવસની માસ્ટર ટ્રેનર્સની તાલીમ પૂર્ણ કરેલ કુલ ૩૦ માસ્ટર ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ અને તે અંગેની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવેલ.
આ પ્રસંગ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, સાક્ષરતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, જનજાગૃતિ અને વ્યસન મુક્તિ અભિયાન, સાયકલ રેલી, રૂટ માર્ચ, પ્રભાત ફેરી, સેરીમોનીયલ પરેડ, સ્વચ્છતા અભિયાન, તથા મશાલ પરેડ જેવા કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા તા.૨૫/૮/૨૦૨૫ થી તા.૦૨/૦૯/૨૦૨૫ તથા તા.૦૮/0૯/૨૦૨૫ થી તા.૧૯/૦૯/૨૦૨૫ એમ કુલ ૨૧ દિવસની સી.ડી.ટી.એસ., અમદાવાદ ખાતે માસ્ટર ટ્રેનર તૈયાર કરવાની તાલીમ આપવામાં આવેલ.
આ તાલીમ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૮ તથા યુનીટન ટેરેટરીના ૨ તાલીમાર્થીઓને ઇન્ડોર તેમજ આઉટ ડોર તાલીમ મેળવેલ હતી. એન.ડી.આર.એફ. દ્વારા તાલીમાર્થીઓને સી.બી.આર.એન. તથા સી.એસ.એસ.આર.ની તાલીમ આપવામાં આવેલ હતી.
આ તાલીમમાં તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની બેઝીક તાલીમથી લઇ વિવિધ સ્થળો જેવા કે, એરફોર્સ સ્ટેશન, બી.એસ.એફ. કેમ્પ, એન.ડી.આર.એફ. કેમ્પ, એસ.સી.ઓ.સી., ડી.જી. ઓફીસના પોલીસ સ્ટેટ કંટ્રોલ રૂમ, વેસ્ટર્ન રેલવે, સરદાર સરોવર ડેમ, ઉકાઇ ડેમ જેવા વાઇટલ ઇન્સ્ટોલેશનના સ્થળોની વિઝીટ કરાવી તાલીમ આપવામાં આવેલ હતી.
આ તાલીમ નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, ટ્રે.ઇ.શ્રી વાય. બી. જાડેજા, શ્રી ટી. બી. જાની, એન.ડી.આર.એફ. ૬બી.એન.ના ઇન્સ્પેકટર શ્રી લખન રઘુવંશી તથા તેમની ટીમ, નાગરિક સંરક્ષણ દળના સી.ડી.આઇ. કરેલ ટ્રેનરો દ્વારા આ માસ્ટર તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૧૫મી ઓગષ્ટ ૨૦૨૫, ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ શ્રી મનોજ અગ્રવાલ, IPS નાઓના મુખ્ય મહેમાન પદે કરવામાં આવેલ.
આ પ્રસંગે નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝ દળના પુરૂષ અને મહિલા સભ્યોના પ્લાટુનોએ ભાગ લીધેલ તેમજ સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવેલ. નાગરિક સંરક્ષણ દળના સભ્યો દ્વારા એર રેઇડ અંગેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ.
આ પ્રસંગે ૧૫મી ઓગષ્ટ-૨૦૨૫ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા જાહેર થયેલ નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝ દળના ચાર સભ્યોને પ્રમાણપત્ર, તેમજ વર્ષ ૨૦૨૪માં સી.એમ. મેડલ તથા ડી.જી. ડીસ્ક મેડલ જાહેર થયેલ સભ્યોને મેડલ તથા ડી.જી. ડીસ્ક એનાયત કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, સુરત :-
નાગરિક સંરક્ષણ, સુરત દ્વારા કારગિલ દિવસ પર આપણા કારગિલ નાયકોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં સુરત યુનિટનું સિવિલ ડિફેન્સ, સ્થાનિક NGO અને નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે, આપણા બહાદુર શહીદોને કોટીકોટી વંદન કરવામાં આવેલ. આ પ્રસંગે રક્તદાન અભિયાનનું પણ આયોજન કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, સુરત :-
નાગરિક સંરક્ષણ, સુરત દ્વારા GSRTC કર્મચારીઓ માટે નાગરિક સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં ડ્રાઇવરો અને કંડક્ટરોને જીવન બચાવનારા કૌશલ્યો, કટોકટી સમયે પ્રતિભાવ, સલામતી પ્રોટોકોલ અને આપત્તિ તૈયારી અંગે તાલીમ આપવામાં હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ તા.૨૩-૨૪/૭/૨૦૨૫ના રોજ સી.ડી.ટી.એસ., અમદાવાદ ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના શિક્ષકોને નાગરિક સંરક્ષણ વિષે માહિતગાર કરવા “નાગરિક સંરક્ષણ અવેરનેશ કાર્યક્રમ” યોજવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ તથા નાગરિક સંરક્ષણના ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગાંધીનગર :-
નાગરિક સંરક્ષણ, ગાંધીનગર દ્વારા તા.૧૫/૦૭/૨૦૨૫ના રોજ ગુજરાત પોલીસ, હોમગાર્ડઝ તથા જી.આર.ડી.ના જવાનો માટે સિવિલ ડીફેન્સ અવેરનેસ પ્રોગ્રામ કરેલ, આ પોગ્રામમાં સિવિલ ડિફેન્સ, ગાંધીનગર તરફથી મહાવીર સિંહ નિમાવત, જીગરભાઈ ચૌધરી તથા નવીનભાઈ ચૌધરી દ્વારા તાલીમ આપી 108 તથા ફાયરની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
નાગરિક સંરક્ષણ, કચ્છ-ભુજ :-
નાગરિક સંરક્ષણ, ભુજ દ્વારા તા.૯-૧૦/૭/૨૦૨૫ના રોજ માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ ખાતે નાગરિક સંરક્ષણ અંગેની બેઝીક તાલીમ યોજાયેલ, જેમાં ૧૭૫ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી.
નાગરિક સંરક્ષણ, કચ્છ-ભુજ :-
નાગરિક સંરક્ષણ, ભુજ દ્વારા ઇન્દીરબાઇ ગર્લ્સ હાઇસ્કુલ, ભુજ ખાતે નાગરિક સંરક્ષણ અંગેની બેઝીક તાલીમ યોજાયેલ, જેમાં તા.૨-૩/૭/૨૦૨૫ના રોજ ૧૩૪ તાલીમાર્થીઓએ અને તા.૮-૯/૭/૨૦૨૫ના રોજ ૮૮ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા તા.૭-૮/૭/૨૦૨૫ના રોજ સી.ડી.ટી.એસ., અમદાવાદ ખાતે “સિવિલ ડીફેન્સ રીફ્રેસર કોર્સ” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં નાગરિક સંરક્ષણ દળના અલગ અલગ જિલ્લા યુનીટના કુલ ૮૭ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ તથા નાગરિક સંરક્ષણના ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, જામનગર :-
જામનગર એરપોર્ટ ખાતે ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એક્સરસાઈઝનું આયોજન.

આજ ૦૧/૦૭/૨૦૨૫ના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટ અને નિયંત્રક, નાગરિક સંરક્ષણ શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ, ઈન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જામનગર એરપોર્ટ ખાતે ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એક્સરસાઈઝનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કવાયતનો મુખ્ય હેતુ ઈમરજન્સી સ્થિતિમાં બચાવ કામગીરી, વિવિધ વિભાગોનું પરસ્પર સંકલન અને ઓછામાં ઓછા સમયમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની ક્ષમતાને તપાસવાનો હતો.
મોકડ્રીલમાં ૩૦ પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબા એન્જિનમાં આગ લાગવાની ઘટનાનું અનુકરણ કરાયું. ઘટનાની જાણ બપોરે ૩:૫૫ વાગ્યે જિલ્લા કંટ્રોલ રૂમ અને એરફોર્સ સ્ટેશનને કરાતાં, માત્ર ૧૦ મિનિટમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ૧૫ ઈજાગ્રસ્તો, જેમાં ૫ને તાત્કાલિક સારવારની જરૂર હતી, તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે સામાન્ય ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો.
સિવિલ ડિફેન્સ, એરફોર્સ, ફાયર, આરોગ્ય વિભાગ, એમ્બ્યુલન્સ, એરપોર્ટ સ્ટાફ અને પોલીસની ટીમો આધુનિક સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી અને આપદામિત્રોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી.
આ કવાયત અમદાવાદ એરપોર્ટ નજીક તાજેતરની પ્લેન ક્રેશની ઘટનાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી. મોકડ્રીલમાં એરફોર્સના સ્ક્વોડ્રન લીડરશ્રી કેલ્વીન, એરપોર્ટ ડાયરેક્ટરશ્રી ડી.કે. સિંઘ, જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી પ્રશાંત પરમાર, ડીવાયએસપીશ્રી મિત રુદલ, ચીફ ફાયર ઓફિસરશ્રી કે.કે. બિશ્નોઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણની વડી કચેરી દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન નાગરિક સંરક્ષણ દળના વોર્ડનો/વોલીન્ટીયરોના બંદોબસ્તને અસરકારક બનાવવા માટે વાસ્તવિક સમયમાં ઓનલાઇન મોનીટરીંગ એપ બનાવવામાં આવેલ. જેના થકી વોર્ડનો/વોલીન્ટીયરોની કામગીરી તથા તેમની હાજરીની વિગતો નાગરિક સંરક્ષણ કન્ટ્રોલ રૂમ ખાતે મેળવવામાં આવેલ.
આ પ્રસંગે વોર્ડનો/વોલીન્ટીયરોએ સજ્જ થઇ ખડેપગે બંદોબસ્ત કરેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય અને તેને હસ્તકના યુનીટ કચેરીઓ દ્વારા ફરજ પર શિસ્ત, જીવનમાં સંતુલન, શસ્કત, શાંત અને વધુ સ્થિતિસ્થાપક શક્તિ માટે સુખાકારીના પ્રાચીન વિજ્ઞાનને અપનાવીને તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
અમદાવાદ ખાતે તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ એર ઇન્ડિયાનું AI171 વિમાન બી. જે. મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ ઉપર તૂટી પડેલ. જેનો મેજર કોલ જાહેર થતાં નાગરિક સંરક્ષણ અમદાવાદ તથા ગાંધીનગર યુનિટના વોર્ડનો તાત્કાલિક સ્થળ ઉપર જઇ સર્ચ એન્ડ રેસ્કયુની કામગીરી હાથ ધરી વિમાનના કાટમાળ નીચેથી મૃત્યુ પામનાર વ્યક્તિઓના શબ નિકાળી સીવીલ હોસ્પિટલ ખાતે મોકલવા અંગેની કામગીરી કરેલ.
નાગરિક સંરક્ષણ દળ, જામનગર :-
નાગરિક સંરક્ષણ દળ, જામનગર યુનીટ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૫ થી તા.૧૩/૦૬/૨૦૨૫ સુધી જામનગર ખાતે નાગરિક સંરક્ષણ દળના Training of Trainers દ્વારા તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા ગુજરાત હોમગાર્ડ મધ્યસ્થ તાલીમ શાળા, જરોદ, વડોદરા ખાતે તા.૨૬/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી “Training of Trainers (TOT)” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં નાગરિક સંરક્ષણ દળના અલગ અલગ જિલ્લા યુનીટના કુલ ૪૪ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, એન.ડી.આર.એફ. 6BN ના સેકન્ડ કમાન્ડર શ્રી નિશાંતભાઇ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તા.૩૧/૦૫/૨૦૨૫ના રોજ “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એકસસાઇઝ યોજવામાં આવેલ.
આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ એકસસાઇઝમાં હવાઇ હુમલાના સમયે નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતેથી સુરક્ષા એજન્સીઓને એર રેઇડનો સંદેશો મળતા નાગરિકોને ખતરા વિશે સચેત કરી તત્કાલ બચાવ કામગીરી અંગેની મોક ડ્રીલ યોજી લોકોને માહિતગાર કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સુચના આપતાં માન.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં, માન.ગૃહ મંત્રીશ્રી, ચીફ સેકેટરીશ્રી, એ.સી.એસ. હોમ શ્રી, ડી.જી.પી.શ્રી સાથે તમામ જિલ્લા અધિકારીઓ સાથે મીંટીંગ કરી તા.૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવા સૂચના આપવામાં આવેલ.
જે અનુસંધાને સિવિલ ડીફેન્સ મોક ડ્રીલમાં સરકારના વિવિધ વિભાગો GEB, અગ્નિશામક, વન રક્ષક, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર, પોલીસ, મ્યુનિસિપલ કમિશનર વગેરેના સહયોગથી મોકડ્રીલનું આયોજન સફળ બનાવેલ છે.
સિવિલ ડિફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકો દ્વારા દુશ્મન વાયુસેના દ્વારા કરવામાં આવતા હવાઈ હુમલાના સમયે બ્લેક આઉટ કરી, નાગરિકોના જાન-માલના રક્ષણ માટે ફાયર ફાઇટર સાથે રહી નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઇ જવાની કામગીરી કરે છે. તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે. PWD દ્વારા કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે. વન વિભાગ સ્ટાફ દ્વારા પ્રાણીઓના રક્ષણની કામગીરી કરવામાં આવે છે. પોલીસ ખાતા તથા હોમગાર્ડ દળ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવવાની કામગીરી કરવામાં આવે છે. જિલ્લાના કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે. પ્રજાજનોને સિવિલ ડીફેન્સ/SDRF/SRP દ્વારા યુદ્ધ દરમિયાન બચાવ કરવાની તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે.
નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૫ થી તા.૦૧/૦૫/૨૦૨૫ સુધી એલીસબ્રિજ જીમખાના, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૭૫ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી.
તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા નાગરિક સંરક્ષણ દળ અંગે વિગતવારની માહિતી આપવામાં આવેલ. ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર શ્રી પી. આર. મોદીની આગેવાની હેઠળ ચીફ વોર્ડન શ્રી બાબુભાઇ ઝડફિયા, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, સિવિલ ડીફેન્સના ટ્રેનર શ્રી જયેશ વેગળા, શ્રી મનોજભાઇ રાવલ, શ્રી બ્રિજેશભાઇ શાહ, શ્રી નિતીનભાઇ ત્રિવેદી તાલીમાર્થીઓએ તાલીમ આપેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર તથા કબીરવડ, તા.જી. ભરૂચ ખાતે તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ GIDM ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંદિપ પાંડે તથા નાગરિક સંરક્ષણ દળના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ.એ.શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના નાગરિક સંરક્ષણ દળ અંકલેશ્વર, જિ.ભરૂચ યુનિટના અધિકારી તથા વોર્ડનો, ભરૂચ જિલ્લાના જી.આર.ડી. તથા ભરૂચ શહેર હોમગાર્ડના અધિકારી તથા સભ્યો, આશરે ૧૦૦ જેટલા સભ્યોને એડી. કલેકટર શ્રી નિલેશભાઈ દુબે તથા નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ શહેર યુનિટના ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી મનોજભાઇ રાવલ, ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન પાર્થ રાણા, પોસ્ટ વોર્ડન મનોજભાઇ પટેલ, આકાશભાઇ ટેંડુલકર તથા વોર્ડના શ્રી ગજેન્દ્રસિંહ બિહોલા દ્વારા "Holy Dipsite Safety and Disaster Preparedness in Gujarat" ની તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
શ્રી દતુદાદા પ્રાર્થના મંદિર, ચાણોદ ખાતે તા. ૧૬/૦૪/૨૦૨૫ ના રોજ GIDM ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંદિપ પાંડે તથા નાગરિક સંરક્ષણ દળના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ.એ.શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના નાગરિક સંરક્ષણ દળ વડોદરા શહેર યુનિટના અધિકારી તથા વોર્ડનો, વડોદરા શહેર હોમગાર્ડના અધિકારી તથા સભ્યો,વડોદરા ગ્રામ જી.આર.ડી.ના અધિકારી તથા સભ્યો આશરે ૧૫૦ જેટલા સભ્યોને એડી. કલેકટર શ્રી નિલેશભાઈ દુબે તથા નાગરિક સંરક્ષણ દળ અમદાવાદ શહેર યુનિટના ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન પાર્થ રાણા, પોસ્ટ વોર્ડન જનકસિંહ ગોંડલીયા તથા વોર્ડન મયુરકુમાર જેઠવા દ્વારા "Holy Dipsite Safety and Disaster Preparedness in Gujarat" ની તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દળના મહિલા તથા પુરૂષ સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝના સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતા.
આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ દળના ત્રણ સભ્યોને પ્રશંસનીય સેવા માટેના ચંન્દ્રકો તથા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ દળના પાંચ સભ્યોને લાંબી/પ્રશંસનીય સેવા માટેના ચંન્દ્રકો જાહેર કરવામાં આવેલ સભ્યોને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિન-૨૦૨૪ ની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે માનનીય અધિક મુખ્ય સચિવ, (ગૃહ) શ્રી એમ. કે. દાસ (I.A.S.) નાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ.
માનનીય અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી એમ. કે. દાસનાઓએ તેમના સંબોધનમાં ૬૨માં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણીની શુભકામના પાઠવી જણાવ્યુ કે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝના સભ્યો કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે પોતાના જીવની પરવા કર્યા વગર પ્રજાજનોના જાનમાલની રક્ષા કરતા આવ્યા છે. આ પ્રસંગે નાગરિક સંરક્ષણના સભ્યો દ્વારા ૬૦ થી ૭૦ ફુટ ઉંચી બિલ્ડિંગ ઉપરથી રેસ્કયુ કરી લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તેનો ડેમો જોઇ મને આનંદ થાય છે અને ભવિષ્યમાં પણ નાગરિક સંરક્ષણ દળના સભ્યો લોકોના જાનમાલની રક્ષા કરી રાષ્ટ્ર સેવાની ફરજ બજાવે તેવી શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલ (I.P.S.) ડાયરેકટર, નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નાઓએ પોતાના વ્યક્તવ્યમાં જણાવેલ કે, ૬૨માં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી સૌને ઉદ્બોધિત કરતા ગૌરવની લાગણી અનુભવું છું અને આ અવસરે આપણે સમાજની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો અને સ્ત્રીઓના શર્ય, નિસ્વાર્થ સેવાભાવ અને સહનશીલતાનું ઉજવણી કરીએ છીએ. અને વધુમાં જણાવેલ કે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ માત્ર એક સંગઠન નથી પરંતુ તે એકતા અને સ્વૈચ્છિક સેવાનું પ્રતીક છે. કુદરતી આફતો વખતે પ્રતિસાદ આપવો હોય, તાત્કાલિક પરિસ્થિતિઓ દરમિયાન મદદ કરવી હોય કે, સાવધાની અને શાંતિ જાળવવી હોય, દળના સભ્યોએ જે સમર્પણ બતાવ્યું છે તે અનન્ય છે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચના વિજેતા સભ્યોને ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
આ ઉજવણીની આભાર વિધી શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ નાઓએ કરતાં સર્વે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પરેડ પ્લાટુનના પુરૂષ તેમજ મહિલા અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દળના સભ્યોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરેલ હતી.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝ દળના સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ દળના સભ્યો શ્રી જનક શુકલા, શ્રી મયુર જેઠવા, શ્રી જગદીશ પરીખ, શ્રી ગજેન્દ્ર બિહોલા, શ્રી પાર્થ રાણા, શ્રી સિરાજ શેખ ધ્વારા આપત્તિના સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મટે કામચલાઉ લાકડાનો પુલ બનાવી ડેમોસ્ટ્રેશન કરેલ હતું.
આ પ્રસંગે ડી.જી. ડીસ્ક (૧) શ્રી અસદ એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓને સીલ્વર ડીસ્ક તેમજ (૨) શ્રી હર્ષદકુમાર એન. નાયક, (૩) ડૉ. પ્રણવ ડી. જોષી, (૪) શ્રી રૂત્વિક ડી. જોષી, (૫) શ્રી નિતીન સી. ત્રિવેદી નાઓને બ્રોઝ ડીસ્ક મળતા સન્માનિત કરવામાં આવેલ.
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ તથા તા.૦૬/૦૧/૨૦૨૪ના રોજ “High rise building rescue” અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.
|