Loading...

GIDM – MOU :

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર અને નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝ, ગજરાત રાજ્ય, અમદાવાદ વચ્ચે તા.૦૫/૦૩/૨૦૨૦ના રોજ જી.આઇ.ડી.એમ., રાયસણ, ગાંધીનગર ખાતે GIDM ના ડાયરેકટર જનરલ શ્રી પી. કે. તનેજા તથા નિયામક, નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ શ્રી ટી. એસ. બિષ્ટ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (MOU) કરવામાં આવેલ.

MOU નો મુખ્ય હેતુ નાગરિક સંરક્ષણના સ્વયં સેવકો તથા હોમગાર્ડઝના જવાનોને ડીઝાસ્ટર મેનેજમેન્ટની અદ્યતન તાલીમ આપવાનું તેમજ આપત્તિના સમયે કેવી રીતે કઇ દિશામાં કામ કરવું તે અંગેની બેઝીક તથા એડવાન્સ તાલીમ આપવાનું છે. જેમાં GIDM તથા નાગરિક સંરક્ષણ, હોમગાર્ડઝના તમામ સ્વયંસેવકોને આ તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

 

 

GIDM-MOU