સને ૧૯૬૨માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે ગુજરાત રાજ્યમાં સને ૬ ડિસેમ્બર ૧૯૬૨ના રોજ નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવેલ છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુધ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને સતર્ક સચેત રાખવા તથા ઔદ્યોગીક ઉત્પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે.
- માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.
- માલ મિલકતને થતા નુકસાનને અટકાવવું.
- ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા-પુરવઠો જાળવી રાખવો.
- રાષ્ટ્રના આંતરિક સ્તરે યુદ્ધ દરમિયાન પ્રજાજનોનો જુસ્સો ટકાવી રાખવો.
- શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્માત, આગ વગેરે આફતો વખતે.
નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો ત્યારથી નાગરિક સંરક્ષણ તંત્ર નીચે પ્રમાણે કામગીરી કરે છે.
હેતુઃ-
માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.
લક્ષ્યઃ-
શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્માત, આગ વગેરે આફતો વખતે.
નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની જિલ્લા તથા યુનિટ કક્ષાની ૧૪ કચેરીઓ તથા હોમગાર્ડ્ઝ ભવન ખાતે નાગરિક સંરક્ષણની એક તાલીમ શાળા (કેન્દ્ર) આવેલ છે. આ તાલીમ શાળાનું સંચાલન આચાર્યશ્રી (નાયબ પોલીસ અધિક્ષકશ્રી), નાગરિક સંરક્ષણ તાલીમશાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા કરવામાં આવે છે. જે માનદ સભ્યોને સ્પેશ્યાલાઇઝ તાલીમ આપવાનું કામ તથા N.D.R.F Academy નાગપુર ખાતે તાલીમમાં સ્વયંસેવકો મોકલવાની કામગીરી કરે છે.