Loading...
  1. નાગરિક સંરક્ષણ તંત્રની દેખરેખ તથા નિયંત્રણ.
  2. ખાતાના વડા તરીકે વહીવટી તેમ જ નાણાકીય સત્તાઓ.
  3. નાગરિક સંરક્ષણ તંત્રનું આધુનિકીરણ તથા આઇ.ટી ગ્રાન્ટ દ્વારા નાગરિક સંરક્ષણને અદ્યતન કરવા યોજના તૈયાર કરવી.
  4. સરકાર દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી.

સંયુક્ત નિયામક નાગરિક સંરક્ષણ ગુજરાત રાજ્યને સુપ્રત કરેલ સત્તાઓની વિગત દશાર્વતું પત્રક :-

વહીવટી સત્તાઓ :-

  • વર્ગ-રનાં અધિકારીઓની રજાઓ મંજૂર કરવાની સંપૂર્ણ સત્તા.
  • રાજ્ય બહારના તાલીમ કોર્સ માટે નાગરિક સંરક્ષણ સભ્યને નિયુક્ત કરવા બાબતેની સંપૂર્ણ સત્તા.
  • સરકાર દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી.

 સંયુક્ત  નિયામક, નાગરિક સંરક્ષણ :-

નાગરિક સંરક્ષણ તંત્ર હેઠળ  સંયુકત નિયામક વર્ગ-૧ની  જગ્યા સરકારશ્રીનાં તા.ર૧/ર/૬૩ના ઠરાવથી ઊભી કરવામાં આવેલ છે. નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિમાં વધારો થવાના કારણે વહીવટી, તાલીમ, હિસાબી, સ્ટોર, રજીસ્ટ્રી વગેરે કામગીરીમાં પણ ઉત્તરોઉત્તર વધારો થતાં આ જગ્યા ઊભી કરવામાં આવી છે. આ જગ્યા પર હાલમાં પોલીસ ખાતામાંથી આઇ.પી.એસ. કેડરનાં અધિકારીને પ્રતિનિયુક્તિનાં ધોરણે નિમણૂંક આપવામાં આવે છે.

               નિયામકશ્રી નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદની કચેરી રાજ્યકક્ષાની મુખ્ય કચેરી છે. સંયુક્ત નિયામક વહીવટની કામગીરી તેમ જ આ ખાતાની સચિવાલય વહીવટ વિભાગો સાથેની કામગીરીમાં સરળતા રહે અને ખાતાની કામગીરી સારી રીતે થાય તે માટે પોલીસ ખાતામાંથી આઇ.પી.એસ. કેડરના અધિકારીને પ્રતિનિયુક્તિથી નિમણુંક આપવામાં આવે છે. 

 

     સંયુક્ત  નિયામક, આઇ.પી.એસ. ની ફરજો :-

હેડ કવાટર્સ અને જિલ્લા કચેરીઓ સહિત મહેકમની બાબતો, સ્ટોર્સ શાખાની તમામ કામગીરી, તાલીમ શાખાની કામગીરી, રેકર્ડ, સ્ટેશનરી, લાઇબેરી, ડેડસ્ટોક સામાન, મોટરવાહનને લગતી કામગીરી, રજિસ્ટ્રી શાખા અને ટાઇપિંગ શાખાની સુપરવિઝનની કામગીરી, ગર્વમેન્ટ  કન્ટ્રોલ રજિસ્ટર, ડીઓ લેટર રજિસ્ટર, લોકસભા- વિધાનસભા પ્રશ્ન રજિસ્ટર અને વર્કશીટ એબસ્ટ્રેક્ટની તમામ કામગીરી તેમ જ કમાન્ડન્ટ જનરલ દ્વારા સોંપાતી કામગીરી, જિલ્લા તથા શાખાની ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી, કચેરીમાં ફરિયાદો, ખાતાના વડાની કચેરીના વડા તરીકે નિયંત્રણ અધિકારીની કામગીરી, તેમ જ ખરીદી અંગેની કામગીરી. નિયામકશ્રી દ્વારા અનુમતિ મેળવ્યા બાદ

  • હિસાબી અધિકારી :-

હિસાબી અધિકારી (વર્ગ-ર)ની એક જગ્યા નિયામક નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદની મુખ્ય કચેરી હિસાબી કામગીરી માટે ખાતે ઊભી કરવામાં આવેલી છે. હિસાબી અધિકારીની આ જગ્યા હિસાબ અને તિજોરી નિયામકની કચેરીનાં હિસાબી સંવર્ગનાં વર્ગ-રના રાજ્યપત્રિત અધિકારીને પ્રતિનિયુક્તિથી ભરવામાં આવે છે. જેથી આ જગ્યાના અધિકારી હિસાબી અધિકારી તરીકે કામગીરી બજાવે છે. વડી કચેરી તથા તાબાની કચેરીઓની હિસાબી, આંતરિક અન્વેષણ, તાબાની કચેરીનાં અન્વેષણની તમામ કામગીરીઓનું સારી રીતે સંચાલન તેમ જ નિયંત્રણ કરે છે.

 

  • હિસાબી અધિકારીની સત્તાઓ :-
    • વડી કચેરીના ખર્ચનાં ઉપાડ અને ચુકવણીનાં અધિકાર.
    • ઉચ્ચક બિલોનાં વિગતવાર બિલોમાં પ્રતિ હસ્તાક્ષર
  • હિસાબી અધિકારી (વર્ગ-ર)ની ફરજો :-
    • વાર્ષિક અંદાજો (સ્ટેન્ડિંગ ચાર્જીસ- પ્લાન-નોન પ્લાન) તૈયાર કરવા તથા તાબાની કચેરીઓમાં ગ્રાન્ટની ફાળવણી તથા ત્રિમાસિક ખર્ચના રિઅમ્બર્સમેન્ટનાં પત્રકો તૈયાર કરવાં.
    • ખર્ચનાં રિકન્સિલેશન, ખર્ચપત્રક, જાહેર હિસાબ સમિતિને લગતી માહિતીનું સંકલન તાબાની કચેરીઓનું ઇન્ટરનલ ઓડિટ, ઉપાડ અને ચુકવણી અધિકાર સંલગ્ન  તમામ ફરજો, રાજ્યપત્રિત અધિકારીઓના પેન્શન કેસો તૈયાર કરવા જેવી હિસાબને લગતી ફરજો.

    કચેરી અધીક્ષક :- 

        કચેરી અધીક્ષક (વર્ગ-૩)ની એક જગ્યા ગુજરાત રાજ્ય, અમદાવાદની મુખ્ય કચેરી ખાતે ઊભી કરવામાં આવેલી છે. કચેરી અધીક્ષકની જગ્યા વર્ગ-૩ મુખ્ય કારકુન સંવર્ગનાં વહીવટી કર્મચારીને બઢતી આપી ભરવામાં આવે છે, નાગરિક સંરક્ષણ યુનિટ તથા યુનિટ કચેરીઓની વહીવટી તમામ કામગીરીઓનું સારી રીતે સંચાલન તેમ જ નિયંત્રણ કરે છે. 

       કચેરી અધીક્ષક (વર્ગ-૩)ની ફરજો :-

      હેડ કવાટર્સની વહીવટી, મહેકમ, ખાસ, સ્ટોર તાલીમ, રેકર્ડ, રજિસ્ટ્રી, ટાઇપિંગ (ગુજરાતી/અંગ્રેજી) શાખાની કામગીરીના સુપરવિઝનની સંપૂર્ણ કામગીરી, કચેરી બહારથી આવતી તમામ ટપાલો જોઈ સંબંધકર્તા અધિકારીશ્રીને મોકલવી તથા શાખાને માર્ક કરી શાખામાં પહોંચતી કરવાની કામગીરી, કચેરી બહાર મોકલવાની તમામ ટપાલો સમયસર, ઝડપી ડિસ્પેચ થાય તેનું સુપરવિઝન, ગવર્નમેન્ટ તરફથી આવતી ટપાલોનું નિયંત્રણ રાખવા ગવર્નમેન્ટ કન્ટ્રોલ રજિસ્ટર, લોકસભા- વિધાનસભા પ્રશ્ન રજિસ્ટર, ધારાસભ્ય- સંસદસભ્યોના પત્રો અંગેનું રજિસ્ટર નિભાવવાની કામગીરી, અધિકારીશ્રીઓ તરફથી નિર્ણય લઈ આવતી- જતી ફાઇલોનું સંકલન કરી, જે તે શાખામાં પહોંચતી કરવી. સરકારશ્રી તરફથી તથા અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી માહિતી દરેક શાખાનું સંકલન કરી, મેળવી આપવાની કામગીરી, સંયુક્ત નિયામક તથા નિયામકશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી. તથા અધિકારી / કર્મચારીના વાર્ષિક ખાનગી અહેવાલને લગતી કામગીરી, શાખાની દફતર નિરીક્ષણની કામગીરી.

  જિલ્લા કક્ષાએ અધિકારીશ્રીની સત્તાઓ અને ફરજો :-

           જિલ્લા કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ એવ નિયંત્રક કેટેગરાઈઝડ સિવિલ ડિફેન્સ ટાઉનની કચેરીના વડા તરીકે નિયુક્ત થયેલ છે. નાગરિક સંરક્ષણ દળનું પાયાનું કામ જિલ્લા કક્ષાએ આ અધિકારીઓ તેઓને સુપ્રત  થયેલી સત્તાઓના સંદર્ભમાં બજાવે છે.



             જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક નાગરિક સંરક્ષણ દળની સેવાઓને અમલમાં મૂકવા કમાન્ડિંગ અધિકારીઓની નિમણૂક કરે છે. અને તેઓના તાબામાં નાયબ નિયંત્રક, પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર) તાલીમ, ભરતી વગેરેની કામગીરી કરે છે. આ ઉપરાંત સંબંધિત ટાઉનના શહેરની પરિસ્થિતિના સંદર્ભમાં આપત્તિઓ અને જોખમો અનુલક્ષીને નાગરિક સંરક્ષણ દળનો પેપર પ્લાન તથા આપત્તિજનક મોટા/નાના ઔદ્યોગિક એકમોની સલામતી માટેના ઓનસાઇડ-ઓફસાઇડ પેપર પ્લાનનું નિયમન કરે છે. નાગરિક સંરક્ષણ કેટેગરાઇઝડ ટાઉનો ખાતે આવેલા સી. ડી. કંટ્રોલ રૂમના નિયમન તથા સાયરન અને એન. ઇ. લાઇન્‍સ ઓપરેશન્‍સ, સી. ડી. સ્‍ટોર્સનાં સાધનોની જાળવણી અને નિભાવણીનું સુપરવિઝન તથા સરકારશ્રી દ્વારા વખતોવખત સોંપવામાં આવતી અન્‍ય કામગીરીની ફરજ બજાવે છે.