Loading...

નાગરિક સંરક્ષણની હેઠળની ૧ર સેવાઓ એ દળનું હૃદય છે. અને શાંતિના સમયમાં રાજ્યના પ્રજાજનોને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ અપાવાનું કામ તમામ નાગરિક સંરક્ષણ કેટેગરાઇઝડ, ટાઉનોમાં ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર (પોલીસ ઇન્સ્પેક્ટર) નાઓ કરે છે. નાગરિક સંરક્ષણ ના પેપર પ્લાન અનુસાર રાજ્યના વિવિધ નાગરિક સંરક્ષણ ટાઉનોમાં સ્વયંસેવકોના સૂચિત ટાર્ગેટ પ્રમાણે સ્વયંસેવકો તૈયારની રુચિ પ્રમાણે સેવાવાર નિમણૂકો પણ નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા આપવામાં આવે છે. જનરલ પ્રીન્સીપાલ ઓફ સિવિલ ડિફેન્સમાં કુલ ૨૭ સેવાઓ દશાર્વેલી છે. તે પૈકીની ૧ર સેવાઓ જે નીચે પ્રમાણે બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે. જેમાં (૧) ઓથોરાઇઝડ અને (ર) અનઓથોરાઇઝડ જેમાંની અને ઓથોરોઆઇઝડ સેવાની કામગીરી હોમગાર્ડઝ દ્વારા બજાવવામાં આવે છે. પરિસ્થિતિ કે કુદરતી કે અકુદરતી આપત્તિમાં પ્રજાના જાનમાલનું રક્ષણ કરી જનજીવન સામાન્ય બનાવી, નાગરિકોનાં મનોબળને ટકાવી ન્યુનતમ નુકશાન થાય તે રીતે તંત્રને પ્રજાને સાથે રાખી કાર્યરત કરવાનું છે.

ક્રમ

નામ

સેવાના વર્ગ

મૂળભુત સેવા

૧

હેડ કવાર્ટર સેવા

જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક નાગરિક સંરક્ષણ

ર

વોર્ડન સેવા

ચીફ વોર્ડન (માનદ પદાધિકારી)

3

કેઝ્યુલિટી સેવા

સિવિલ સર્જન

૪

કોમ્યુનિકેશન સેવા

જનરલ મેનેજર, ટેલિકોમ

પ

ફાયર ફાઇટિંગ સેવા

ચીફ ફાયર ઓફિસર,

૬

તાલીમ સેવા

જિલ્લાશિક્ષણ અધિકારી

પુરક સેવા

૧

રેસ્ક્યુ સેવા

અધીક્ષક ઇજનેર (પી.ડબ્લ્યુડી.)

ર

પુરવઠા સેવા

જિલ્લા પુરવઠા અધીકારી

3

સાલ્‍વેજ સેવા

કાર્યપાલક ઇજનેર (પી.ડબ્લ્યુ.ડી)

૪

વેલ્ફેર સેવા

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ

પ

ડેપો એન્ડ ટ્રાન્સપોર્ટ સેવા

ડિવિજન કન્ટ્રોલર (જી.એસ.આર.ટી) રિજિયોનલ
ટ્રાન્સપોર્ટ અધિકારી

૬

મડદા નિકાલ સેવા

આરોગ્ય અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશન

 ઉપરોક્ત ૧ર સેવાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

 ઉપરોક્ત ૧ર સેવાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

(૧)    હેડ કવાર્ટર સેવા :-

રાજ્ય કક્ષાએ આવેલ કેટેગરાઇઝડ સિવિલ ડિફેન્સ ટાઉનોમાં હેડ ક્વાર્ટર સેવાના વડા તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર નિયંત્રક નાગરિક સંરક્ષણ તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓની મદદમાં અધિક કલેક્ટર / ડે. કલેક્ટર કક્ષાના અધિકારી નાયબ નિયંત્રક તરીકે ફરજ બજાવે છે. તથા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાએ (ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર) અધિકારી અને તાલીમ સંબંધક નાગરિક સંરક્ષણની આ સેવાનો મુખ્ય ઉદ્દેશ ૨૭ સેવાઓ પૈકી ૧ર સેવાઓનું નિયમન અને સંકલન કરવાનો છે. કોઈપણ પ્રકારની આપત્તિ સમયે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ, ભારત સરકારના સિવિલ ડિફેન્સ એક્ટ, જનરલ પ્રિન્સિપલ, ઓફ સિવિલ ડિફેન્સ માસ્ટર પ્લાન ઓફ સિવિલ ડિફેન્સ, અન્ય નોઇન્સિડન્ટ કમાન્ડન્ટ, તરીકે ચાર્જ સંભાળી લઈ જુદી જુદી સેવાઓને અમલમાં મૂકી કમાન્ડિંગ અધિકારીઓ, મારફતે આપત્તિજનક સમયે તત્કાલીન પગલાં લઈ જનજીવન ને મદદરૂપ બને છે. વધુમાં આ સેવા દ્વારા કેટેગરાઇઝડ ટાઉનોના સિવિલ ડિફેન્સ પેપર પ્લાન તૈયાર કરવાની પણ અગત્યની ફરજ છે.

(ર)    વોર્ડન સેવા :-

આ સેવાના વડા તરીકે માનદ પદાધિકારી ચીફ વોર્ડન છે. જે નાગરિક સંરક્ષણના માનદ પદાધિકારી છે. વોર્ડન સેવા નાગરિક સંરક્ષણની કરોડરજ્જુ સમાન અને અગત્યની સેવા છે. આ સેવાથી હવાઈ હુમલા દરમિયાન ઓછામાં ઓછું નુકસાન થાય, લોકોની નૈતિક હિમંત અને જુસ્સો જળવાઈ રહે, શાંતિના સમયે કુદરતી કે અકુદરતી આફતોમાં પ્રજાજનોને તાત્કાલિક મદદ પહોંચાડવાનો અને સામાન્ય જનજીવન પૂર્વવત્ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ સેવામાં પાયાના કાર્યકર તરીકે માનદ પદાધિકારીઓનુ સંગઠન /દળ કેટેગરાઇઝડ ટાઉન વિસ્તારોમાં વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવે છે જે નીચે મુજબ છે.

  • જીપીસીડી ૨૦૦૩ મુજબ વોર્ડન સેવાનું માળખું

(ર લાખની વસ્તીના ડિવિઝન દીઠ)

  • ચીફ વોર્ડન

 (ટાઉન વાર)

  • ડેપ્યુટી ચીફ વોર્ડન

  • ડિવિઝનલ વોર્ડન

(ર લાખની વસ્તીદીઠ ૧)

  • સ્ટાફ ઓફિસર

(ર લાખની વસ્તીદીઠ-ર)

  • ડેપ્યુટી ડિવિઝન વોર્ડન

(ર લાખની વસ્તીદીઠ-૧)

  • પોસ્ટ વોર્ડન

(ર0,000ની વસ્તીદીઠ-૧)

  • ડેપ્યુટી પોસ્ટ વોર્ડન

(ર0,000ની વસ્તીદીઠ-૧)

  • સેક્ટર વોર્ડન

(ર,000ની વસ્તીદીઠ-૧)

  • ક્લાર્ક (પગારદાર)

ર લાખની વસ્તીદીઠ-૧

  • મેસેન્જર (પગારદાર)

ર લાખ વસ્તીદીઠ-૧

વોર્ડનની ફરજો :-

વોર્ડન સેવાના મુખ્ય અંગ એટલે કે વોર્ડન પોતાના વિસ્તારના લોકોના મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક છે. ઉપરાંત નાગરિક સંરક્ષણની આંખ અને કાન છે. વોર્ડન પોતાના વિસ્તારના લોકોને નાગરિક સંરક્ષણ સંબંધી વિવિધ મુદ્દાઓ પ્રત્યે સલાહસૂચન કરશે ઉપરાંત હવાઈહુમલા સમયે પ્રજાજનોને મદદરૂપ બનશે. વોર્ડનની હવાઈ હુમલા પહેલાંની ફરજ જેમાં વોર્ડન પોલીસ વિભાગની માહિતીથી જાણકાર, માણસોની ઓળખાણ, ધરાવતા હાઉસ હોલ્ડ રજિસ્ટર, તૈયાર કરવુ. નાગરિક સંરક્ષણ સંબંધી સ્થાનો જેવાં કે ડેપો, જાહેર, આશ્રય સ્થાનો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, પોલીસ સ્ટેશન, વગેરેથી માહિતગાર કરશે. હવાઈ હુમલા સંબંધે સલાહ ગૃહ આશ્રમનું બાંધકામ તથા ઉપયોગ અને અંધારપટ અંગે લોકોને માર્ગદશર્ન અપાશે. નાગરિક સંરક્ષણ સત્તાવાળાઓ તરફથી વખતોવખતની સૂચના અંગે લોકોને સમજણ આપી તથા અગત્યની ફરજમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ભરતી કરવામાં મદદ કરવાની છે.

હવાઈ હુમલાની વખતની ફરજ :-

જેમાં હવાઇ હુમલાની ચેતવણી મળ્યા પછી વોર્ડન પોસ્ટમાં હાજર થશે. બાદ જરૂરી સાધનો દ્વારા શેરીઓમાં ફરતા લોકોને આશ્રય સ્થાનમાં આશ્રય લેવા સલાહ અપાશે. સાઇરનો ન સાંભળી શકાય તે વિભાગમાં વિસલ દ્વારા ચેતવણી આપશે તથા અંધારપટના પાલન બાબતે ચોકસાઈ રાખશે. નુકસાનીનો અંદાજ કન્ટ્રોલ અથવા સબ કન્ટ્રોલ ખાતે નિયત સમયમાં સંદેશા પહોચાડવા નાની આગ ઠારવાની પ્રાથમિક સારવાર કરવાની, દટાઈ ગયેલા લોકોને બચાવવા, ફૂટયા વગરના બોમ્બ શોધી પોલીસ તથા સિવિલ ડિફેન્સ કંટ્રોલ , સબ કંટ્રોલને જાણ કરવાની , તથા વિવિધ સેવાઓ અને પ્રજાજનો વચ્ચે કડીરૂપ  બનવાની તેમની ફરજ છે.

હવાઇ હુમલા પછીની ફરજ :-

જેમાં વોર્ડન ઘરબારવિહોણા લોકોને નાગરિક સંરક્ષણ વિવિધ સુવિધાઓની માહિતી આપી અને આયોજનથી માહિતગાર કરવા, તથા નુકસાની સંબંધી વિગતવાર રિપોર્ટ તૈયાર કરવો અને વિવિધ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવાની તેમની ફરજ છે.

વોર્ડન સારું વ્યક્તિત્વ, હિંમતબાજ, બીજા ઉપર વગ વાપરી શકે, પોતાના વિસ્તારનું જ્ઞાન, નાગરિક સંરક્ષણ સંબંધી પૂરતી માહિતી ધરાવતો અને લોકો તથા નાગરિક સંરક્ષણ વચ્ચે કડી બની શકે તેવો સક્ષમ હોવો જોઈએ.

(૩)    તાલીમ સેવા :-

નાગરિક સંરક્ષણની અન્ય સેવા અસરકારક રીતે અમલમાં મૂકવા દરેક સેવાના કમાન્ડિંગ ઓફિસરને વ્યક્તિગત રીતે તાલીમબદ્વ કરી અને જરૂરી શિસ્ત કેળવવાથી જ નાગરિક સંરક્ષણ પ્રવૃત્તિને અસરકારક બનાવી શકીશું. જે માટે તાલીમ એ મહત્વનું અંગ છે. આમ તાલીમ સેવા એ નાગરિક સંરક્ષણની વોર્ડન સેવા બાદની અગત્યની સેવા છે. જેના કમાન્ડિંગ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી  કેટેગરાઇઝડ સિવિલ ડિફેન્સ ટાઉનોમાં ફરજ માટે નિમણૂક કરવામાં આવે છે. આ સેવાના તાલીમ ગણમાં  સૌપ્રથમ ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર  (પોલિસ ઇન્સ્પેક્ટર) વર્ગ-રના સરકારી અધિકારી પૂર્ણકાલીન કક્ષાના પગારદાર હોય છે. જ્યારે અંશકાલીન સમય માટે નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ નાગપુર ખાતેથી તાલીમબદ્વ માનદ પદાધિકારોની નિમણુક કરવામાં આવે છે. સ્થાનિક ટાઉનોમાં સિવિલ ડિફેન્સ પ્રાથમિક તાલીમ વગેરેના આયોજન તરીકે પ્રજાજનોને નાગરિક સંરક્ષણ સંબંધી પ્રાથમિક તાલીમ આપવી. સેવાવાર નિમણૂકોની કામગીરી કરવામાં આવે છે. આ તાલીમબદ્વ માનદ સ્વયંસેવકો એ રીતે નાગરિક સંરક્ષણ પ્લાન મુજબ જુદી જુદી આપત્તિઓમાં વિવિધ સેવાઓ માનદ સેવા આપી પ્રજાને સહાયભૂત બને છે.

નાગરિક સંરક્ષણ પ્રાથમિક તાલીમ બાદ ખાસ પ્રકારની તાલીમ અર્થે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે રાજ્ય સ્તરના માનદ પદાધિકારી તથા ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટરઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યસ્તરેથી નાગરિક સંરક્ષણના ખાસ પ્રકારના વિવિધ કોર્સોની તાલીમ પસંદગી પામેલા માનદ પદાધિકારીઓ /અધિકારી કર્મચારીઓને રાષ્ટ્રીય કક્ષાની નાગરિક સંરક્ષણની નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ નાગપુર, મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ, પુના તથા ટ્રેનીંગ ઇન્ડસ્ટ્રી. બેંગલોર ખાતે પણ નાગરિક સંરક્ષણતાલીમ અર્થે મોકલવામાં આવે છે.

રાજ્ય સ્તરે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન નાગરિક સંરક્ષણ કેટેગરાઇઝડ ટાઉનોમાં નાગરિક સંરક્ષણની સંબંધી જરૂરી માહિતી તથા નિમણૂકોની વિગત નીચે મુજબ છે.

નાગરિક સંરક્ષણ (તાલીમ) અંગેની લાયકાતો :-

  • વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઇએ.

  • વ્યક્તિ એ ૧૮ વર્ષ ની ઉંમર પૂર્ણ કર્યેથી નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ મેળવી શકે અને સત્તા ધરાવતા અધિકારી સ્વવિવેક અનુસાર વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ આપી શકે.

  • વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ હોવી જોઈએ.

  • નાગરિક સંરક્ષણ દળમાં ભરતી થવા માટે સંબંધિત જિલ્લાના નિયંત્રક અથવા નાયબ નિયંત્રક અથવા પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર)નો સંપર્ક કરી તાલીમ-ભરતી પામી શકાય.

  • આ માનદ સેવા છે, જેથી કોઈ પણ પ્રકારનું વેતન મળવા પાત્ર નથી. પરંતુ કટોકટીના સમયે ફરજ સોંપવામાં આવે ત્યારે રૂપિયા રરનું માનદ વેતન આપવામાં આવે છે.

  • જે વ્યક્તિ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય તે નાગરિક સંરક્ષણમાં નિમણૂક માટે ગેરલાયક ઠરે છે.

  • જે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સશક્ત ન હોય તે ગેરલાયક ગણવામાં આવે છે.

  • નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ કેટેગરાઇઝડ ટાઉનમાં પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર) દ્વારા આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક વર્ગોનું આયોજન કરી તાલીમ બાદ તાલીમાર્થીઓની નિપુણતા કસોટી લેવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનાર તાલીમાર્થીને નાગરિક સંરક્ષણનું પ્રમાણપત્ર આપી લાયકાત અને રુચી મુજબ સેવાવાર નિમણૂંક આપવામાં આવે છે.

(૪)    કેઝ્યુલિટી (આકસ્મિક) સેવા :-

(પ)    કોમ્યુનિકેશન (સંદેશવ્યવહાર) સેવા :-

.આ સેવાના કમાન્ડિંગ ઓફિસર તરીકે ટેલિફોન વિભાગ(બીએસએનએલ)ના જનરલ મેનેજર વડા તરીકે ફરજ બજાવે છે. આ સેવાની મુખ્ય ફરજમાં હવાઈ હુમલાની ચેતવણી આપી પ્રજાજનોને હવાઈ હુમલા પહેલાં, હવાઈ હુમલાની જાણ કરવી, અને બાદમાં સાઇરનો, ટેલિફોન, સંદેશવાહકના માધ્યમ દ્વારા અલગ અલગ વોર્ડન પોસ્ટ એરિયાના રાહત કેન્દ્રો વગેરેમાં ચેતવણી તથા સૂચના પૂરી પાડવાની કામગીરી આ સેવાના સભ્યો કરે છે. આ સેવા હેઠળ રાજ્યના સિવિલ ડિફેન્સ કેટેગરાઇઝડ ટાઉન વિસ્તારો ૧ મુખ્ય કન્‍ટ્રોલ તથા વસ્તીના ધોરણે સબ કન્ટ્રોલ નક્કી કરવામાં આવે છે. આ કન્ટ્રોલ અને સબ કન્ટ્રોલ વચ્ચેના સંદેશવ્યવહાર પદ્વતિને ઝડપી અને અસરકારક બનાવી લોકોના જાનમાલને થતા નુકસાનને અટકાવી શકાય છે.

(૬)    ફાયરિંગ ફાઇટિંગ સેવા :-

આ સેવાના કમાન્ડિંગ ઓફિસર તરીકે જે તે ટાઉનની અગ્નિશમન દળના ચીફ ફાયર ઓફિસર વડા તરીકે ફરજ બજાવે છે. આ સેવામાં સ્ટીરપ પંપ પાર્ટી, ટ્રેલર પંપ પાર્ટી, વગેરે ટુકડીઓ કામ કરે છે. દર પ00ની વસ્તીએ એક સ્ટીરપ પંપ પાર્ટી હોય છે. જેમાં એક લીડર અને ત્રણ સભ્યો હોય છે તેઓ યુદ્વ સમયે નાની આગ, બોમ્બ પડવાથી લાગેલ હોય તો સ્ટીરપ પંપ,પાણી અને રેતીના ઉપયોગથી બુઝાવે છે. વધુમાં આગ-અગ્નિશામક સાધનોથી તેમ જ ફાયર ફાઇટરોની મદદથી ઓલવવાની જરૂરી કાર્યવાહી આ સેવાના સભ્યો કરે છે.

(૭)    રેસ્ક્યુ સેવા :-

આ સેવાના કમાન્ડિંગ ઓફિસર તરીકે જાહેર બાંધકામ વિભાગના અધીક્ષક ઇજનેર વડા તરીકે ફરજ બજાવે છે. આ સેવામાં એક રેસ્‍ક્યુ પાર્ટી પ0,000 ની વસ્તીના ધોરણે નકકી કરવામાં આવેલ છે. આ રેસ્કયુ પાર્ટીમાં લીડર-૧, સભ્યો ૬, અને ડ્રાઇવર-૧ મળી કુલ ૮ સભ્યો હોય છે. આ સેવાની મુખ્ય ફરજમાં યુદ્વ દરમિયાન કાટમાળમાં દટાઈ ગયેલા ઇસમોને બહાર કાઢવાનું, મૃત્‍યુ પામેલાઓને ધરાશાયી મકાનોમાંથી બહાર કાઢવાનુ ત્યાં તેઓને આશ્રયસ્થાને અથવા દવાખાને પહોંચાડવાની ઉપરાંત ધરાશાયી મકાનોને હંગામી ટેકા દ્વારા ઊભા રાખવાની હોય છે. આ સેવામાં હોમગાર્ડઝ દ્વારા મુખ્ય ફરજ બજાવવાની હોય છે.

(૮)    સપ્લાય (પુરવઠા) સેવા :-

આ સેવાના કમાન્ડિંગ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી સેવાના વડા તરીકે ફરજ બજાવે છે. આ સેવાની મુખ્ય ફરજોમાં સિવિલ ડિફેન્સ પ્લાન મુજબ જરુરી સાધનસામગ્રી ખરીદી તેને યોગ્ય સમયે ઉપયોગી બને તે પ્રમાણે રાખવાની, કાળજી લેવાની, તેમ જ યોગ્ય સમયે તેના વિતરણ માટે જરૂરી આયોજન કરવાની હોય છે. આ સામગ્રીમાં આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા સાધનો જેવાં કે સ્ટીલ હેલ્મેટ, સ્ટીરપ પમ્પ, અગ્નિશામક સાધનો, રેસ્ક્યુના સાધનો, મેડિકલ પુરવઠો, વાહનો, ઇમર્જન્સીના સમયે પૂરતું અનાજ તથા કપડા કચેરીમાં જરૂરી સાધનસામગ્રી હોય છે. આ સેવામાં બે લાખની વસ્તીદીઠ પુરવઠા અધિકારી-૧, સ્ટોર ક્લાર્ક-ર, એટેન્ડન્ટ્સ-ર, વોચમેન-૧, મળી કુલ છ સભ્યો હોય છે. આ ઉપરાંત આ સેવાની મુખ્ય ફરજમાં યુદ્ધના સમયે જરૂરી આવશ્યક વસ્તુનો પુરવઠો જેવો કે ખોરાક, કેરોસીન, પેટ્રોલ, રોજિંદી જરૂરિયાતનાં સાધનો લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે અને લોકો પરેશાન ન થાય તે જોવાની તમામ કામગીરી આ સેવાના સભ્યો કરે છે.

(૯)    સાલ્વેજ સેવા

આ સેવાના કમાન્ડિંગ ઓફિસર તરીકે કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર બાંધકામ વિભાગ(માર્ગ અને મકાન વિભાગના) ખાતાના કાર્યપાલક ઇજનેરશ્રી સેવાના વડા તરીકે ફરજ બજાવે છે. આ સેવાની કામગીરી બચાવ (રેસ્ક્યુ ) સેવાની કામગીરી જેવી છે. જેમાં હવાઈ હુમલા દરમિયાન જે મકાનોને નુકસાન થયું હોય અને હવાઈ હમલાથી મકાનના માલિક તેમ જ અન્ય સભ્યોનું મૃત્‍યું હોય તે સમયે તે માલમિલકત, માલસામાન કીમંતી ચીજવસ્તુઓ, સ્ટોરમાં, ગોડાઉનમાં અથવા ટ્રેઝરી ખાતે ખસેડી તેની નોંધણી કરી સંભાળ રાખવાની તેમ જ આ સામાનને યોગ્ય વ્યક્તિને સુપરત કરવાની મુખ્ય ફરજ છે. આ સેવામાં દર છ લાખની વસ્તીએ કસ્ટોડિયનની નિમણૂક ઉપરાંત સાલ્વેજ ટીમમાં દર બે લાખની વસ્તીએ સુપરવાઇઝર-૧, ડ્રાઇવર-૧, મજુર-૪, મળી કુલ છ સભ્યો હોય છે.

(૧૧)    ડેપો એન્ડ ટ્રાન્સપોર્ટ સેવા :-

આ સેવાના વડા તરીકે વાહનવ્યવહાર અધિકારી (આરટીઓ) સેવાના વડા તરીકે ફરજ બજાવે છે. તેમની કામગીરી જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાત મુજબનાં કેન્‍દ્રો બનાવી, વાહનોની ટુકડીઓ સાથે તેમાં રાહતસામગ્રી સહિત સજ્જ વાહનો તૈયાર કરવાની રહે છે. જે મુખ્ય કન્ટ્રોલથી મળેલી સૂચના પ્રમાણે રાહત તથા બચાવ અને વહેંચણીની કામગીરી કરવાની હોય છે. આ ઉપરાંત આ સેવા દ્વારા ભાડેથી મેળવેલ, રીકવીઝીટ કરેલ તથા માનદ મળેલાં વાહનોના ઈંધણ પૂરું પાડવું, તેના સર્વિસીંગ, રિપેરિંગ અને જાળવણીની જવાબદારી આ સેવાની હોય છે.

(૧ર)    મડદાનિકાલ સેવા :

આ સેવાના કમાન્ડિંગ ઓફિસરશ્રી તરીકે આરોગ્ય અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશન સેવાના વડા તરીકે ફરજ બજાવે છે. આ સેવાની મુખ્ય કામગીરીમાં હવાઈ હુમલા દરમિયાન કાટમાળમાં દટાઈને મૃત્‍યુ પામેલા ઇસમોના મૃતદેહોને બહાર કાઢી નિકાલ કરવાની છે. આ સેવા માટે માનદ સેવાના સભ્યો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ મારફતે કામગીરી કરવાની રહે છે.