-
સને ૧૯૬૦થી બૃહદ મુંબઈ રાજ્ય અલગ થતાં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તે સમયે શ્રી ઉદયન ચીનુભાઈ બેરોનેટ માનદ અધિકારી તરીકે કમાન્ડન્ટ જનરલની ફરજ બજાવતા હતા.સરકારશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રના વડા તરીકે કમાન્ડન્ટ જનરલ,હોમગાર્ડઝના હોદ્દા ઉપર પોલીસ વિભાગમાંથી આઇ.પી.એસ. કેડરનાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કક્ષાના અધિકારીશ્રીને નિમણૂક આપવામાં આવી અને સમયાંતરે આ હોદ્દાનું નામાભિકરણ કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામકશ્રી નાગરિક સંરક્ષણ ગુજરાત રાજ્ય તરીકે કરવામાં આવ્યું, આ તંત્રની વડી કચેરી અમદાવાદ ખાતે સ્થાપી સમગ્ર ગુજરાત રાજ્ય ખાતેના નાગરીક સંરક્ષણ યુનિટોની કચેરીની પ્રવૃત્તિઓ ઉપર રાજ્યકક્ષાનું નિયંત્રણ રાખવા તથા દેખરેખ રાખવાની કામગીરી સોંપવામા આવી.
-
હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળની કચેરીની પ્રવૃત્તિઓ પર રાજ્યકક્ષાએ નિયંત્રણ રહે તથા દેખરેખ રાખી શકાય તે ધ્યાને લઈ ખાતાના વડાની આ જગ્યા ઊભી કરવામાં આવી છે.
-
કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદને નાગરિક સંરક્ષણ ખાતાના વડા નિયામક તરીકે વહીવટી તેમ જ નાણાકીય બાબતોની સંપૂર્ણ સત્તા, નાગરિક સંરક્ષણ તાલીમ હોમગાર્ડઝ તથા બોર્ડર વિંગ હોમગાર્ડઝની તાલીમ, ફરજ ઉપર મૂકવા, ગણવેશ તથા સ્ટોર્સ આર્ટિકલ્સ ખરીદવા અંગેની સંપૂર્ણ સત્તા, હોમગાર્ડઝ સંસ્થાનાં વેલ્ફેર અંગેની કાર્યવાહી, હોમગાર્ડઝ આધુનિકીરણ તથા આઇટી ગ્રાન્ટ દ્વારા હોમગાર્ડઝ સંસ્થાને અદ્યતન કરવા યોજના તૈયાર કરવી તદઉપરાંત સરકાર ધ્વારા સોંપવામાં આવતી કામગીરી કરવા માટેની સંપૂર્ણ સત્તાઓ એનાયત થયેલી છે.
-
આ ઉપરાંત મુખ્ય શહેર ખાતે કેટેગરાઇઝડ સિવિલ ડિફેન્સ ટાઉનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એવમ્ નિયંત્રક નાગરિક સંરક્ષણ યુનિટના વડા તરીકે ફરજ બજાવે છે. અને યુનિટ કક્ષાએ નાગરિક સંરક્ષણ દળની મુખ્ય સેવાઓ તથા કામગીરી નાયબ નિયંત્રક મહેસૂલી અધિકારી તથા પોલીસ ઇન્સ્પેકટર (ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર) દ્વારા કરવામાં આવે છે.